GSTV
Home » News » ભારતમાં છેલ્લા એક મહિનાની અંદર બે મોટા વાવાઝોડા ત્રાટક્યા,વાવાઝોડાને લાઈવ ટ્રેક કરી શકે તેવું રડાર જ નથી

ભારતમાં છેલ્લા એક મહિનાની અંદર બે મોટા વાવાઝોડા ત્રાટક્યા,વાવાઝોડાને લાઈવ ટ્રેક કરી શકે તેવું રડાર જ નથી

ભારતમાં છેલ્લા એક મહિનાની અંદર બે મોટા વાવાઝોડાએ ત્રાટક્યા છે. જેમાં ઓરિસ્સામાં આવેલ ફાની તેમજ ગુજરાતમાં ત્રાટકવાની તૈયારી કરી રહેલ  વાયુનો સમાવેશ થાય છે. લક્ષદ્વીપ નજીક ઉદ્ભવેલ આ વાવાઝોડું પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે તેમજ પ્રત્યેક મિનિટે વધુને વધુ શક્તિશાળી બની રહ્યું છે. આવતીકાલે સવારે આ વાવાઝોડું ગુજરાતનાં સાગર કાંઠે આવી પહોંચવાની શક્યતા છે. આ વાવાઝોડાને કારણે નુકશાન થવાની વ્યાપક શકયતા સેવાઈ રહી છે.

આ બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાયુને ફાનીની માફક લાઈવ ટ્રેક કરી શકવામાં આવશે નહીં કેમ કે ગુજરાતમાં સાઈક્લોન ડિટેક્શન રડાર ઉપલબ્ધ નથી.  આ સાઈક્લોન ડિટેક્શન રડારની મદદથી વાવાઝોડાની પ્રત્યેક મિનિટને ટ્રેક કરવામાં આવે છે. આ પ્રકારનાં રડાર પૂર્વી તટ પર લગાવવામાં આવ્યા છે. ચેન્નઈ, મછલીપટ્ટનમ, વિશાખાપટ્ટનમ તેમજ કોલકાતામાં સાઈક્લોન ડિટેક્શન રડાર સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોપાલપૂર અને પારાદીપમાં પણ સાઈક્લોન ડિટેક્શન રડારનું એક નેટવર્ક છે.  પશ્ચિમ તટ પર પૂર્વ તટની સરખામણીમાં રડાર કવરેજ નબળું છે.

મુંબઈ બાદ વાવાઝોડાને ટ્રેક કરવા માટે કોઈ સાઈક્લોન ડિટેક્શન રડાર નથી. ભુજમાં એક રડાર છે પરંતુ તે CDR નથી તેમજ તે સાઈક્લોનના પ્રભાવિત એરિયાથી દૂર છે. આ માટે વાયુ વાવાઝોડાંનું પ્રત્યેક મિનિટે રડાર કવરેજ નહીં ઉપલબ્ધ થઇ શકે. વાયુ પર નજર રાખવા માટે ઉપગ્રહની મદદ લેવાઈ શકે છે પરંતુ તે થોડાક સમય બાદ અપડેટ આપી શકશે.  ઉલ્લેખનીય છે કે વેરાવળના દરિયા કિનારેથી વાયુ વાવાઝોડુ ગુજરાતમાં પ્રવેશવાનું છે. સૌરાષ્ટ્રથી કંડલા પહોંચી શકે છે.ત્યારે કચ્છના દરિયા કિનારા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે. ખાસ કરીને કંડલા બંદરે તંત્રએ એનડીઆરએફની ટીમને તૈનાત કરી છે.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓ સાથે સેક્સ માણતી હતી મહિલા ટીચર, હદ તો ત્યારે થઇ જ્યારે સ્કૂલ કેમ્પસની બહાર….

Bansari

સુરત : રસ્તામાં રોકી પૈસા ખંખેરતા 6 ધાડપાડુઓને પોલીસે પકડી પાડ્યા

Kaushik Bavishi

શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી આપવા ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!