GSTV

નિયુક્તિ / હાઇકોર્ટમાં કુલ 1,52,130 કેસ હજુ પણ પેન્ડિંગ, મંજૂર થયેલી 52 જગ્યાઓ સામે 32 જજ કાર્યરત

Last Updated on October 19, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાત હાઇકોર્ટમાં નવનિયુક્ત સાત ન્યાયમૂર્તિઓએ શપથ લીધા છે અને કોર્ટમાં કુલ ન્યાયમૂર્તિઓની સંખ્યા 32 પર પહોંચી છે. જો કે ગુજરાત હાઇકોર્ટમાં મંજૂર થયેલી કુલ ક્ષમતા 52 જજોની છે, જેથી હજુ પણ કોર્ટમાં 20 ન્યાયમૂર્તિઓની નિયુક્તિ બાકી છે.

Judge

દરરોજ વકીલો દ્વારા ફાઇલ થતી સંખ્યાબંધ સિકનોટ અંગે કોઇ યોગ્ય વ્યવસ્થા લાગુ કરવાની જરૂર

હાઇકોર્ટમાં અત્યારે 1,52,130 કેસ પેન્ડીંગ છે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે ટકોર કરી હતી કે દરરોજ વકીલો દ્વારા ફાઇલ થતી સંખ્યાબંધ સિકનોટ અંગે કોઇ યોગ્ય વ્યવસ્થા લાગુ કરવાની જરૂર છે.

હાઇકોર્ટમાં અત્યારે કુલ 1,52,130 કેસો પેન્ડીંગ છે. જેમાંથી  1,01,465 કેસો સિવિલ અને 50,665 કેસો ક્રિમીનલ છે. જો કે નવાં સાત જજોના ઉમેરા બાદ પણ હાઇકોર્ટમાં 20 જોજની જગ્યા ખાલી છે.  બીજી તરફ હાઇકોર્ટ દ્વારા આજે જ ટકોર કરાઇ હતી કે દરોરજ સંખ્યાબંધ વકીલોની સિક નોટ મળી રહી છે. અન્ય હાઇકોર્ટોમાં વર્ષે ત્રણથી દસ સિકનોટની પ્રથા છે. જેથી અહીં પણ કોઇ યોગ્ય વ્યવસૃથા લાગુ કરવાની જરૂર છે.

judge

અન્ય તાબાની અદાલતોમાં મંજૂર થયેલી જજોની સંખ્યા 1496 છે, જેની સામે 1116 જજો જ કાર્યરત

જિલ્લા અદાલતોમાં પણ જજોની ખાલી સંખ્યાનો મુદ્દો સંસદમાં ઘણી વાર ચર્ચાઇ ચૂક્યો છે. આ ઉપરાંત લોકસભામાં કાયદામંત્રીએ 2018માં આપેલા જવાબ પ્રમાણે ગુજરાતની જિલ્લા અદાલતો અને અન્ય તાબાની અદાલતોમાં મંજૂર થયેલી જજોની સંખ્યા 1496 છે, જેની સામે 1116 જજો કાર્યરત છે અને 380 પોસ્ટ ખાલી છે.

કેસનો સમયગાળોસંખ્યા
0થી એક વર્ષ જૂનાં38,444  (25.27 ટકા)
એકથી ત્રણ વર્ષ જૂનાં42,940 (28.23 ટકા)
ત્રણથી પાંચ વર્ષ જૂનાં25,902 (17.03 ટકા)
પાંચથી દસ વર્ષ જૂનાં27,762 (18.25 ટકા)
દસથી વીસ વર્ષ જૂનાં15,999 (10.52 ટકા)
વીસથી ત્રીસ વર્ષ જૂનાં1037 (0.68 ટકા)
ત્રીસ વર્ષથી વધુ જૂનાં46 (0.03 ટકા)

READ ALSO :

Related posts

GSTVની ઈમ્પેક્ટ / કચ્છના નાના રણમાં ગેરકાયદે દબાણો કરાયા દૂર, અગરીયાની આડમાં ભૂમાફીયાઓનો હતો કબજો

GSTV Web Desk

ચિંતાની વાત / કોરોનાનો ભોગ બની રહ્યા છે નાના ભૂલકાઓ, ત્રીજી લહેરની પૂર્વઆગાહીઓ થઇ રહી છે સાચી

GSTV Web Desk

ક્રિકેટ રસીયાઓ માટે મોટા સમાચાર/ ભારતમાં જ રમાશે IPL 2022, મુંબઈમાં રમાશે ટૂર્નામેન્ટ, દર્શકોને નહીં મળે એન્ટ્રી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!