GSTV
Home » News » અમદાવાદમાં ફરી દબાણ હટાવો ઝૂંબેશ શરૂ, અનેક એકમો કરાયા સીલ

અમદાવાદમાં ફરી દબાણ હટાવો ઝૂંબેશ શરૂ, અનેક એકમો કરાયા સીલ

અમદાવાદ મહાનગરપાલિકાએ ફરી એક વખત દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરી છે. મનપાના એસ્ટેટ વિભાગે ખાનગી અને મનપાની મિલકત પર જાહેરાતના બોર્ડ, બેનર કે પોસ્ટર લગાડવા બદલ ટ્યુશન કલાસીસ અને દુકાનોને સીલ માર્યા હતાં. એસ્ટેટ વિભાગના અધિકારીઓએ વહેલી સવારે કાર્યવાહી કરી કુલ 16 જેટલી મિલકતોને સીલ માર્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તક આવતી તેમજ ખાનગી મિલકત પર અવાર નવાર ટ્યુશન કલાસીસ, સિંગિંગ, ડાન્સિંગ તેમજ અન્ય કલાસીસ અને દુકાનની જાહેરાતના બોર્ડ, બેનર અને પોસ્ટર વગર મંજૂરીએ લગાવી દેવામાં આવે છે.

જેથી હવે તંત્રએ કડક પગલાં લઇ તેમની વિરૂદ્ધ સિલિંગ ઝુંબેશ હાથ ધરી છે. મ્યુનિસિપલ મિલકતોમાં આ પ્રકારે જાહેરાતનાં બોર્ડ, બેનર કે પોસ્ટર લગાવવાની પરવાનગી ન ધરાવતા ટ્યૂશન કલાસીસના પ્રિમાઈસીસને સીલ કરવામાં આવ્યા છે. જે હવે બોર્ડ, બેનર કે પોસ્ટરની સંખ્યા મુજબ લેવાતી પેનલ્ટીની વસૂલાત બાદ જ ખોલાશે.

ક્યાં એકમોને સીલ કરાયા ?

અરેના એનિમેશન
સાયબર ઓક્ટેટ
યુવા જીમ
કલીયર ઝોન પેસ્ટ કંટ્રોલ
શિવમ ઇન્સ્ટીટ્યુટ
મોમસ પરાઠા કાફે
જે.કે. શાહ કલાસીસ

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!