GSTV

દુનિયાભરના સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયો અયોધ્યા ચુકાદો, લાખોની સંખ્યામાં થયા ટ્વીટ

Last Updated on November 9, 2019 by

અયોધ્યા વિવાદ પર સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવતાની સાથે જ સોશિયલ નેટવર્કીગ સાઇટ ટ્વીટર પર અયોધ્યા અને રામમંદિર સાથે સંકળાયેલા અસંખ્ય હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા છે.અયોધ્યાવર્ડીક્ટ,રામ મંદિર,અયોધ્યાજજમેન્ટ જેવા કેટલાય હૈશટૈગ ભારતની સાથે જ દુનિયાભરમાં ટોપ ટ્રેન્ડમાં આવી ગયા છે.અયોધ્યાવર્ડીક્ટ દુનિયાભરમાં ટોપ ટ્રેન્ડ બનેલું છે,અયોધ્યાવર્ડીક્ટ પર 552હજાર ટ્વીટ આવી ચુક્યા છે અને આ ટ્રેન્ડ હજુ ચાલુ જ છે.અયોધ્યાવર્ડીક્ટની સાથે દુનિયાભરમાં સામાન્યથી મોટી હસ્તીઓ પણ સુપ્રિમ કોર્ટનાં ચુકાદા પર પોતાનાં વિચારો રજુ કરી રહ્યા છે.

અયોધ્યાવર્ડીક્ટ બાદ બીજા નંબરે રામમંદિર ટ્રેન્ડ કરી રહ્યું છે,રામમંદિરની સાથે 160હજારથી પણ વધુ ટ્વીટ આવી ચુક્યા છે.જેમાં સૌથી વધુ લોકોએ સુપ્રિમ કોર્ટનાં ચુકાદા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાની વાત કરી રહ્યા છે.ટ્વીટર પર ત્રીજા ક્રમે અયોધ્યાજજમેન્ટ ટ્રેંડ કરી રહ્યું છે અયોધ્યાજજમેન્ટની સાથે લોકો અયોધ્યા કેસ પર સુપ્રિમ કોર્ટનાં ચુકાદાનો ઉલ્લેખ કરી રહ્યા છે.મોટાભાગનાં લોકોએ સુપ્રિમ કોર્ટનાં ફેંસલાનું સ્વાગત કર્યું છે.ત્યાંજ કેટલાક લોકોએ પોતાનો અણગમો પણ વ્યક્ત કર્યો છે

અયોધ્યામાં રામ જન્મભુમિ-બાબરી મસ્જીદ વિવાદ પર સુપ્રિમ કોર્ટે શનિવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે,કોર્ટે કેન્દ્ર સરકારને સુચના આપી છે કે તે રામમંદિર નિર્માણ માટે ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવે.સાત દાયકા જુના આ જમીન વિવાદ પર પાંચ ન્યાયાધિશો દ્વારા સર્વસંમતીથી આ ફેંસલો આપવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આ મામલે એક પક્ષકાર રહેલા સુન્ની વકફ બોર્ડને વિકલ્પરૂપે મસ્જીદ નિર્માઁણ માટે અલગથી પાંચ એકર જમીન આપવાનો સરકારને આદેશ કર્યો છે.

મુખ્યન્યાયાધિશ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધિશોની બેન્ચે 16ઓક્ટોબરનાં દિવસે આ વિવાદાસ્પદ મુદ્દે પોતાની સુનાવણી પુરી કરી હતી.બેંચનાં અન્ય સભ્યોમાં ન્યાયાધિશ એસ.એ.બોબડે,ન્યાયમુર્તી અશોક ભુષણ,ન્યાયમુર્તી ડી.વાય.ચંદ્રચુડ,તથા ન્યાયમુર્તી એસ.એ.નઝીરનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

ભારત-પાકિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં થશે ચર્ચા, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે આપ્યું મોટું નિવેદન: શું તણાવનો આવશે અંત?

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!