કેન્દ્ર સરકાર નોકરી કરનાર લોકો માટે મોટી રાહત આપવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે 19 નવેમ્બર 2020ના વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્ય સ્થિતિ સંહિતા 2020 હેઠળ ઘણા નવા નિયમ બનાવ્યા છે. જેનો સીધો ફાયદો નોકરીયાત, મજૂરી કરનાર અને માઈગ્રેંટ વર્કર્સને મળશે. આ નિયમોનું ઉદ્દેશ્ય સુરક્ષા, સ્વાસ્થ્ય અને કામ કરવાની સ્થિતિને સીધો અને સરળ બનાવવાનો છે. જેનાથી કર્મચારીઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળી શકે. આ બધા નિયમોની અધિસૂચનાની તારીખથી 45 દિવસની અંદર પેશ કરવામાં આવશે. તો આવો તમને આ નિયમો વિશે જણાવીએ…
તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર ડૉક વર્કર્સ, બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન વર્કર્સ, માઈંસ વર્કર્સ, ઈંટર-સ્ટેટ માઈગ્રેંટ વર્કર, કોન્ટ્રેક્ટ લેબર, વર્કિંગ જર્નલિસ્ટ, ઓડિયો-વિજૂઅલ વર્કર્સ અને સેલ્સ પ્રમોશન કર્મચારીઓની સુરક્ષા, સ્વાસ્થ્ય અને કામકાજની સ્થિતિઓ સાથે સંબંધિત વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્ય સ્થિતિ સંહિતા 2020માં જોગવાઈઓ હેઠળ નિયમ બનાવવામાં આવશે.

- અપોઈન્ટમેન્ટ લેટરઃ નવા નિયમ લાગુ થયાના ત્રણ મહિનાની અંદર કોઈપણ કંપનીના પ્રત્યેક કર્મચારીને નિયુક્તિ પત્ર એટલે અપોઈન્ટમેન્ટ લેટર આપવો જરૂરી છે. પદનામ, કૌશલ શ્રેણી, પગાર, ઉચ્ચ વેતન/ઉચ્ચ પદ પ્રાપ્ત કરવા માટે નિર્ધારિત પ્રારૂપમાં નિયુક્તિ પત્ર આપવામાં આવશે. તે સિવાય નવા નિયમો પ્રમાણે કોઈપણ કર્મચારીને કોઈપણ પ્રતિષ્ઠાનમાં ત્યાં સુધી નિયુક્ત કરવામાં આવશે નહી, જ્યાં સુધી તેમને નિયુક્તિ પત્ર જાહેર કરવામાં આવશે નહી.
- ફ્રીમાં ટેસ્ટઃ તે સિવાય કંપની દ્વારા કારખાના, ડોક, ખદાન અને ભવન અથવા નિર્માણ કાર્યના પ્રત્યેક શ્રમિક અને કર્મચારીઓને ફ્રીમાં સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવવામાં આવશે, પરંતુ આ ચેકઅપ માત્ર તે જ લોકોને થશે જેમને 45 વર્ષની ઉંમર પૂર્ણ કરી લીધી છે.
- યાત્રા કરનાર ઈંટરસ્ટે માઈગ્રેંટ વર્કર્સ માટે વર્ષમાં એક વખત યાત્રા ભથ્થાને લઈને નિયમો અને સમયબદ્ધ રીતથી પોતાની ચિંતાઓ અને ફરીયાદોને દૂર કરવા માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબરની પણ જોગવાઈ કરવામાં આવશે.
- તે સિવાય એક સંસ્થાન માટે ઈલેક્ટ્રોનિક નોંધણી, લાઈસેંસ અને એનુઅલ ઈંટિગ્રેટિડ રિટર્ન હોવુ જરૂરી છે.
- ઓવરટાઈમઃ કોઈપણ દિવસે ઓવરટાઈમની કેલ્કુલેશનમાં 15 થી 30 મિનિટની વચ્ચે એક કલાકના એક અંશને 30 મિનિટના રૂપમાં ગણવામાં આવશે. વર્તમાનમાં 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઈમ વગર ગણવામાં આવે છે.
- મહિલા કર્મચારીઓ માટે નિયમઃ તે સિવાય સવારે 6 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા બાદ મહિલા કર્મચારીઓને તેમની મંજૂરીના હિસાબથી કામ માટે બોલાવવામાં આવશે. બધી સંસ્થાઓમાં મહિલા રોજગારની સુરક્ષાથી સંબંધિત નિયમ બનાવવામાં આવશે.
- 500 અથવા તેનાથી વધારે શ્રમિકોને રોજગાર આપનાર પ્રત્યેક સંસ્થાન માટે સુરક્ષા સમિતિઓને ફરજિયાત બનાવવામાં આવ્યા છે. જેથી શ્રમિકોને વ્યાવસાયિક સુરક્ષા અને સ્વાસ્થ્ય મામલાઓ પર તેમની ચિંતાનું પ્રતિનિધિત્વ કરવા માટે એક તક પ્રદાન કરવામાં આવી શકે અને સુરક્ષા સમિતિઓની ગઠન અને કાર્ય માટે નિયમ આપવામાં આવ્યા છે.
- કોન્ટ્રેક્ટ પર કામ કરનાર મજૂરોનો સમયગાળો ઠેકેદાર તરફથી નક્કી કરવામાં આવશે અને આ એક મહીનાથી વધારે હશે નહી. તે સિવાય એક પ્રતિષ્ઠાનમાં કોન્ટ્રેક્ટ શ્રમિકના રૂપમાં નિયોજિત પ્રત્યેક વ્યક્તિની મજૂરીની ચૂકવણી મજૂરીના સમયગાળાના અંતિમ દિવસ બાદ સાતમાં દિવસે સમાપ્તિ પહેલા કરવામાં આવશે. મજૂરી માત્ર બેન્ક એકાઉન્ટમાં ટ્રાંસફર કરવામાં આવશે અથવા ઈલેક્ટ્રોનિક મોડ થકી આપવામાં આવશે.
READ ALSO
- ડોક્ટર્સ V/S આયુર્વેદ ડોક્ટર્સ: ગુજરાતભરના 29 હજાર તબીબો ઉતરશે ભૂખ હડતાળ પર, આ રહ્યો તેમનો પ્લાન
- ગૌરવ/ ફિલ્મ નાયકની જેમ સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રીય બાલિકા દિવસે એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બનશે
- વેજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારી પર હુમલો કરનાર કુખ્યાત આરોપી અમીન મારવાડી ઝડપાયો, અનેક ગુનામાં છે સંડોવાયેલો
- દેશની આ 3 બેંકોના એકાઉન્ટમાં આપના રૂપિયા છે તો છે સૌથી સેફ, RBIએ આપી ગેરંટી કે કયારેય નહીં ડૂબે
- ડુંગળીની છાલને કચરો સમજીને ફેંકી દેતા હોય તો હવે ન કરશો આ ભૂલ, તેનાં ફાયદા જાણીને ચોંકી જશો