GSTV
India News Trending

કોણ સાચું / રૂપાણી સરકારે કહ્યું કોરોનામાં 10 હજાર મોત : ભૂપેન્દ્ર પટેલ આપશે 1 લાખ લોકોને સહાય, કોંગ્રેસ કહે છે 3 લાખ મોત

ગુજરાત વિધાનસભામાં આજે કોરોના અંગે થયેલી ચર્ચા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ સરકાર પર ગુનાહિત પ્રવત્તિને કારણે કોરોનામાં 3 લાખ લોકોના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો હતો. સરકાર માનવતા દર્શાવી સહાય આપશે તો 3 લાખ લોકોને સહાય આપવી પડશે. સરકારે કોરોનામાં 10 હજાર લોકોના મૃત્યુ થયાની માહિતી આપી છે જ્યારે બાળ સખા યોજનામાં 27 હજારથી વધુ અરજીઓ આવી છે. જેમાંથી સરકારે 20 હજાર અરજીઓ મંજૂર કરી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા કોવિડ મૃતકને આપવાની સહાયમાં સરકારે 1 લાખથી વધુ લોકોને સહાય ચુકવી છે. આ જ બતાવે છે કે કોરોનામાં ગુજરાતમાં મૃત્યુના આંકડા સરકારે છુપાવ્યા છે.

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાયનો મુદ્દો ગૃહમાં ઉછળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો હતો. શૈલેષ પરમારે કહ્યું કે, 10 હજાર 942 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યાના સરકારે આંકડા દર્શાવ્યા છે. સરકારે 20 હજાર 970 બાળકોને સહાયની અરજી મંજૂર કરી છે. બાલ સહાયની 3 હજાર અરજી પડતર છે. 10 હજાર 942 મૃત્યુ થયા હોય તો 20 હજાર 970 અરજી કેમ મંજૂર થઇ છે.

આ ઉપરાંત શૈલેષ પરમારે સરકારને કેટલાક વેધક સવાલો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, WHO દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. 22 માર્ચ 2020ના રોજ લોકડાઉન થયું તેમ છતાં સરકારે 17 એપ્રિલે કેમ ટેસ્ટિંગ કીટનો ઓર્ડર આપ્યો. સરકારે ટેસ્ટિંગ કીટની ખરીદી કરવામાં મોડું શું કામ કર્યું? સરકારે 17 રૂપિયાથી લઇ 1600 રૂપિયામાં વિવિધ ભાવે ટેસ્ટિંગ કિટની ખરીદી કરી છે તો સરકાર ભાવ તફાવત સાથે શા માટે કીટોની ખરીદી કરીઆ ઉપરાંત ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા પૂછવામાં આવેલ સવાલના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, 7412 વેન્ટીિલેટર દાનમાં મળ્યા હતા. જેમાં HLL લાઈફ કેરએ ધમન-1, ધમન-3,આગવા, અલાઈડ, બેલ, લાઈફવેન્ટ વેન્ટીHલેટરનો સમાવેશ થાય છે. આ સાથે જ સરકારે વધુમાં માહિતી આપતા ગૃહમાં જણાવ્યું કે, સરકારે 2305 વેન્ટીમલેટર પાઠળ રૂ.125 કરોડનો ખર્ચ થયો છે, જેમાં સૌથી વધુ સીલ્લહર હેલ્થકકેર ઈન્ડીકયા પાસેથી પ્રતિ નંગ 11 લાખ લેખે ખરીદ્યા છે.

Read Also

Related posts

પત્ની નારાજ થઈ ગઈ છે, તો આ પદ્ધતિઓની મદદથી સંબંધોમાં પાછો આવી શકે છે પ્રેમ

Drashti Joshi

દ. ભારતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી : મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં કરાં પડે તેવી શક્યતાઓ

pratikshah

સેમ ઓલ્ટમેન ફરીથી OpenAIના CEO બન્યા, કંપનીએ આપી માહિતી

Padma Patel
GSTV