GSTV

જાણવા જેવું/ જો તમારી પાસે છે ભારતમાં બનેલું ડ્રાઇવિંગ લાયસન્સ, તો અમેરિકા-કેનેડા સહિત આ 15 દેશોમાં ચલાવી શકો છો ગાડી

લાયસન્સ

Last Updated on November 24, 2021 by Bansari

તમે ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ (Indian Driving Licence) તમે દ્વારા દેશમાં તો વાહન ચલાવી જ શકો છો, પરંતુ શું તમે જાણો છો કે તમે ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ દ્વારા વિદેશમાં પણ ડ્રાઇવ કરી શકો છો. એવા ઘણા દેશો છે જ્યાં ભારતનું ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય છે. ચાલો જાણીએ તે દેશો વિશે…

અમેરિકા

યુએસએના મોટાભાગના રાજ્યો તમને ભારતીય ડીએલ સાથે ભાડાની કાર ચલાવવાની મંજૂરી આપે છે. તમે અહીં 1 વર્ષ સુધી ડ્રાઇવ કરી શકો છો, પરંતુ તમારા ડોક્યુમેન્ટ્સ સાચા અને અંગ્રેજીમાં હોવા જોઈએ. DL સાથે તમારે I-94 ફોર્મ સાથે રાખવાની જરૂર પડશે, જેમાં તે તારીખનો ઉલ્લેખ હોય જે તારીખે તમને યુએસએમાં એન્ટ્રી લીધી છે.

લાયસન્સ
Driving the car around town by night

ન્યૂઝીલેન્ડ

આ ખૂબસુરત દેશમાં પણ, તમે એક વર્ષ માટે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ પર ડ્રાઇવિંગનો આનંદ માણી શકો છો. દક્ષિણ-પશ્ચિમી પેસિફિક મહાસાગરમાં બે મોટા ટાપુઓ અને અન્ય ઘણા નાના ટાપુઓથી બનેલા આ દેશમાં ડ્રાઇવિંગ કરવાની એક અલગ જ મજા છે.

જર્મની

જર્મનીને ઓટોમોબાઈલનો દેશ કહેવામાં આવે છે, જ્યાં તમે ડ્રાઈવ કરીને ઉમદા અનુભવ મેળવી શકો છો. અહીં ભારતીય લાયસન્સ પર 6 મહિના સુધી ડ્રાઇવિંગ કરી શકાય છે. મર્સિડીઝ બેન્ઝ, ઓડી અને બીએમડબલ્યુ અહીંની વાહન નિર્માતા કંપનીઓ છે

ભુટાન

પાડોશી દેશ ભૂટાન સાથે ભારતના ઘણા સારા સંબંધો છે. તમે પ્રાકૃતિક સૌંદર્યને સમાવિષ્ટ આ દેશના રસ્તાઓ પર ડ્રાઇવિંગનો આનંદ પણ લઈ શકો છો.

લાયસન્સ

કેનેડા

કેનેડાને મીની પંજાબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે તમારા ડ્રાઇવિંગ લાયસન્સ પર અહીં પહોળા રસ્તાઓ પર ડ્રાઇવિંગનો આનંદ માણી શકો છો. પરંતુ અહીં તમારે જમણી તરફ વાહન ચલાવવું પડશે.

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયામાં પણ તમે કેટલાક નિયમો અને શરતો સાથે તમારા ડ્રાઇવિંગ લાયસન્સ પર ડ્રાઇવિંગનો આનંદ માણી શકો છો. ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સને અહીં ત્રણ મહિના સુધી ડ્રાઇવિંગ કરવાની છૂટ છે. પરંતુ શરત એ છે કે તમારું લાઇસન્સ અંગ્રેજી ભાષામાં હોવું જોઈએ

બ્રિટન

યુકેમાં ડાબી તરફ વાહન ચલાવવાનો નિયમ છે, અહીં તમે તમારા લાયસન્સ પર કુલ 1 વર્ષ સુધી ડ્રાઇવ કરી શકો છો. રોલ્સ રોયસ, લેન્ડ રોવર, એસ્ટોન માર્ટિન જેવા પ્રખ્યાત વાહન નિર્માતા કંપનીઓ અહીં છે.

લાયસન્સ

ઇટલી

ઈટલી એક એવો દેશ છે જ્યાં દુનિયાભરના લોકો સ્પોર્ટ્સ કારના દિવાના છે. જો તમને અહીંના રસ્તાઓ પર તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ પર ડ્રાઇવ કરી શકો છો. જો કે, અહીંના નિયમો અનુસાર, તમારી પાસે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ સાથે તમારું લાઇસન્સ હોવું જોઈએ.

સ્વિટ્ઝર્લૅન્ડ

મધ્ય યુરોપનો આ દેશ જેને દુનિયાનું સ્વર્ગ કહેવામાં આવે છે. અહીંના નિયમો અનુસાર, તમે 1 વર્ષ સુધી કન્ટ્રી સાઇડમાં ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ પર વાહન ચલાવી શકો છો. આ ઉપરાંત, તમે તમારા પોતાના આધારે અહીં વાહન ભાડે પણ લઈ શકો છો, પરંતુ તમારું લાઇસન્સ અંગ્રેજી ભાષામાં હોવું જોઈએ.

સાઉથ આફ્રિકા

આ દેશમાં પણ તમે તમારા ડ્રાઇવિંગ લાયસન્સથી સરળતાથી વાહન ચલાવી શકો છો. પરંતુ તમારું લાઇસન્સ અંગ્રેજી ભાષામાં હોવા સાથે, તેના પર તમારો ફોટો અને સિગ્નેચર પણ હોવી જોઈએ.

ફ્રાન્સ

તમે ઘણી વખત ફ્રેન્ચ એન્જિનનો આનંદ માણ્યો હશે, પરંતુ તમે ભારતીય લાયસન્સની મદદથી ફ્રાન્સના રસ્તાઓ પર ડ્રાઇવિંગનો આનંદ પણ લઈ શકો છો. આ દેશ તેના મુલાકાતીઓને તેમના સ્થાનિક ડ્રાઇવિંગ લાઇસન્સ પર 1 વર્ષ સુધી વાહન ચલાવવાની મંજૂરી આપે છે. પરંતુ તેની સાથે એક શરત છે કે લાઇસન્સ ફ્રેન્ચ ભાષામાં પણ હોવું જોઈએ.

સિંગાપોર

વિશ્વના મુખ્ય બંદરો અને વેપાર કેન્દ્રોમાંનું એક, આ દેશ દક્ષિણ એશિયામાં મલેશિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે સ્થિત છે. અહીંની સરકાર વિદેશી મહેમાનોને તેમના ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ પર 1 વર્ષ સુધી વાહન ચલાવવાની મંજૂરી આપે છે. આ દેશ દુનિયાભરના પ્રવાસીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ સિવાય તમે હોંગકોંગ અને મલેશિયા પણ ડ્રાઇવ કરી શકો છો.

ફિનલેન્ડ

ઉત્તર યુરોપમાં સ્થિત આ દેશને દુનિયાનો સૌથી ખુશહાલ દેશ પણ માનવામાં આવે છે. અહીંના નિયમો અનુસાર, તમે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે આખા વર્ષ સુધી ડ્રાઇવિંગનો આનંદ માણી શકો છો. પરંતુ આ માટે તમારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે.

મોરેશિયસ

આફ્રિકન મહાદ્વીપના દક્ષિણપૂર્વમાં આવેલો આ દેશ ડ્રાઇવિંગની બાબતમાં થોડો કડક છે, ખાસ કરીને વિદેશીઓ માટે. અહીંના નિયમો અનુસાર, તમે માત્ર 1 દિવસ માટે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ પર ડ્રાઇવ કરી શકો છો. મોરેશિયસ સંપૂર્ણપણે પ્રાકૃતિક દ્રશ્યોથી ભરેલું છે, રસપ્રદ વાત એ છે કે અહીંની લગભગ 51 ટકા વસ્તી હિન્દુ છે.

નોર્વે

યુરોપિયન ખંડનો આ દેશ તમને વિશ્વના સૌથી સુંદર નજારાઓ આપે છે. આ દેશમાં, તમે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે કુલ 3 મહિના સુધી ડ્રાઇવિંગનો આનંદ માણી શકો છો. આ દેશ તેના ખાસ મધ્યરાત્રિના સૂર્યોદય માટે પણ જાણીતો છે, જ્યાં સૂર્ય અચાનક રાત્રે નીકળી જાય છે. ઉનાળાની ઋતુમાં ઉત્તરી નોર્વેમાં મધ્યરાત્રિ-સૂર્યની ઘટના ખૂબ જ સામાન્ય છે.

Read Also

Related posts

આરોગ્ય/ આ રીતે વધી રહેલુ વજન જીવલેણ સાબિત થઇ શકે છે, વધી જાય છે આ ગંભીર બીમારીઓનું જોખમ

Bansari

NEET PG કાઉન્સેલિંગ મોકૂફ રાખવા બદલ અમદાવાદના તબીબોમાં નારાજગી, રાજ્યભરમાં કરશે જોરદાર વિરોધ

Pravin Makwana

Health/ શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે શક્કરિયા, દરરોજ ખાવાથી થશે આ 7 અદ્ભુત ફાયદા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!