હદ છે હો!! બ્રા પહેર્યા વગર ઓફિસ ગઈ તો કાઢી મૂકી, મહિલાએ ઠપકાર્યો પોલીસમાં કેસ

નિયમોનો ભંગ કરવો આજકાલ ખૂબ જ સામાન્ય છે. તાજેતરમાં કેનેડામાં એક મહિલાને ઓફિસમાંથી કાઢી મૂકવામાં આવી હતી કારણ કે તેણે બ્રા નહોતી પહેરી. હવે મહિલાએ માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવા બદલ તેની સામે ફરિયાદ નોંધાવી છે.

ડેઇલી મેઇલ ન્યૂઝના જણાવ્યા અનુસાર આલ્બર્ટામાં ક્રિસ્ટીના શૈનેલ નામની એક મહિલાની ઑફિસમાં એક નવો ડ્રેસ કોડ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓને કામના કલાકો દરમિયાન બ્રા અથવા અંડરવેર પહેરવાનું હતું. પરંતુ ક્રિસ્ટીનાએ તેને માનવ અધિકારોનું ઉલ્લંઘન જણાવી અને બ્રા ન પહેરવાનું નક્કી કર્યું. જેના પછી તેણીને ઓફિસમાંથી કાઢી મૂકવામાં આવી.

શૈનેલએ તેના બોસ પર લિંગના આધારે ભેદભાવ માટે બોસને દોષિત ઠેરાવ્યો હતો. શૈનેલએ જણાવ્યું હતું કે, ” એવો ડ્રેસ કોડ લાગુ કરવો કે જેમાં સ્ત્રીઓને બ્રા પહેરી ફરજિયાત છે, તે એક જાતનો લિંગ ભેદભાવ છે અને તેથી તે માનવ અધિકારોનો વિષય છે.” અહેવાલો અનુસાર 25 વર્ષની શૈનેલએ આ રેસ્ટોરન્ટમાં મે મહિના સુધી એક સર્વર તરીકે કામ શરૂ કર્યું હતું અને બે વર્ષ પહેલા બ્રાને છોડી દીધી હતી કારણ કે તેને બ્રામાં અસ્વસ્થતા અનુભવાય રહી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter