GSTV
Surat Trending ગુજરાત

સુરત : હીરા કંપનીમાંથી આશરે 3.51 કરોડના હીરાની ચોરી, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે

સુરતનો હિરા ઉદ્યોગ જ્યાં વિશ્વાસ પર કરોડોનો વ્યવહાર ચાલતો હોય છે. ત્યાં હિરા ઘસતા રત્ન કલાકાર જ 3.51 કરોડ હિરા પર હાથ સાફ કરી ગયા. ઘટના કતારગામ વિસ્તારની એચ.વી.કે. ડાયમંડ કંપનીમાં બની જ્યાં કામ કરતો રાજુ અને અન્ય એક કર્મચારી એમ બે જૂના કર્મચારી 3.51 કરોડની કિંમતના હિરા લઇને રફૂચક્કર થઇ ગયા છે. બોઈલ કર્યા બાદ આ હીરા કારીગરોએ પરત મેનેજર કે શેઠને આપવાની જગ્યાએ લઈને નાસી ગયાં હતાં. કતારગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી.

પોલીસે ઘટનાસ્થળે સીસીટીવી સહિતના ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કોઈ જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.. કુલ 3 કરોડ 51 લાખની ફરિયાદ કતારગામ પોલીસ ચોપડે નોંધાઈ છે. કતારગામ પોલીસના એસીપી બી.એમ.વસાવાએ કહ્યું કે એચ.વી.કે.ઈન્ટરનેશનલ પ્રાઇવેટ ડાયમંડ કંપનીમાં 15 વર્ષથી ફરજ બજાવતા રાજુ લોહાર કંપનીના મેનેજર દીપ મકવાણાએ સાઈનિંગ પ્રોસેસ માટે આપેલા 3.51 કરોડના ડાયમંડ લઈ ફરાર થઈ ગયો. તે મૂળ નેપાળનો વતની છે.. કુલ 1200 કેરેટ ના હીરા સાઈનિંગ પ્રોસેસ માટે આપ્યા હતા.

READ ALSO

Related posts

દેશને ટૂંક સમયમાં મળશે Tilting Trains, વળાંકવાળા ટ્રેક પર મોટરબાઈકની જેમ વળવા માટે હશે સક્ષમ

GSTV Web Desk

ગુજરાત ચૂંટણી / પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર થશે મતદાન,  788 ઉમેદવારો છે મેદાનમાં

Nakulsinh Gohil

ભારતના આ પડોશી દેશમાં ‘પાણીપુરી’ પર મૂકાયો પ્રતિબંધ, કારણ જાણી લાગશે નવાઇ

GSTV Web Desk
GSTV