GSTV
Ahmedabad ગુજરાત

કરફ્યૂના અમલ અને પોલીસ પેટ્રોલિંગના દાવા વચ્ચે ધી વિજ્યા બેન્કમાંથી રૂ. 9.75 લાખની ચોરી

૩૦ ડિસેમ્બરે વર્ષની આખરી તારીખે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરફૂયુના કડક અમલના દાવા કરવામાં આવી  રહ્યા હતા, તેમ છતાં ટ્રાફિકથી ધમધમતા કાલુપુર સર્કલ પાસે આવેલી ધી વિજ્યા બેન્કના તાળા તોડીને તસ્કરો રૃા. ૯.૭૫ લાખની ચોરી કરી હતી. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બેન્કમાં રૃા. ૧.૬૦ કરોડ  રોકડા હતા,  બેન્કના તાળા તોડી સેલ્ફ ડિપોઝીટ વોલ્ટ જેમાંથી લાખોની મત્તાની ચોરાઇ

આ કેસની વિગત એવી છે, કે  શાહીબાગ ડફનાળા પાસે  નવરોજી હોલ પાસે પાયસ ફ્લેટમાં રહેતા અને કાલુપુર સર્કલ પાસેની ધી વિજ્યા  કો.ઓ. બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અનિલકુમાર જગદીશચન્દ્ર પટેલ (ઉ.વ.૪૨)એ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિએ સામે ફરિયાદ નાંેધાવી છે કે તેમની બેન્કમાંથી તા.૩૦ના રોજ મધરાતે કોઇક અજાણી વ્યક્તિએ  બેન્કના ચારેય બાજુના તાળા તોડીને અંદર પ્રવેશ કરીને રોકડા રૃા. ૯.૭૫ લાખની ચોરી કરી હતી.

પોલીસ તપાસમાં બેન્કમાં કુલ રૃા. ૧.૬૦ કરોડ રોકડા હતા તસ્કરો બેન્કના તાળા તોડીને લોકરમાંથી રોકડા રૃપિયાની ચોરી કરીને જતા રહ્યા હતા. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે બેન્કમાં લગાડેલા તથા કાલુપુર માર્કટ પાસેની દુકાનોના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ

Nakulsinh Gohil

ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?

Nakulsinh Gohil

મોટા સમાચાર / ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચસ્તરીય બેઠક બાદ રાજ્યની તમામ જેલોમાં ગેરકાયદે પ્રવૃત્તિ મામલે દરોડા

Nakulsinh Gohil
GSTV