GSTV
Gujarat Government Advertisement

ચોરને મકાન માલિકે સીડીઓમાં જ પકડ્યો તેણે એવું બહાનું કાઢ્યું કે તેને જવા દીધો, ઘરે પહોંચીને જોયું તો…

Last Updated on February 29, 2020 by Arohi

ફતેગંજના એપાર્ટમેન્ટમાં પાંચમા માળે ફ્લેટમાંથી રોકડ અને સોનું ચોરી નીચે ઉતરેલા ચોરને ફ્લેટના માલિકે પકડ્યો હતો. પરંતુ ફ્લેટ માલિક સાથે જુઠ્ઠુ બોલીને ચોર ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. ફતેગંજમાં પારસી અગિયારી પાછળ હિરા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.૫૦૬માં રહેતા અને લોન્ડ્રી ધરાવતા ફહીમભાઇ શેખે પોલીસને જણાવ્યું છે કે, અમારા જ એપાર્ટમેન્ટમાં મારા ફ્લોર પર ૫૦૪ નંબરના ફ્લેટમાં મારા માતા-પિતા રહે છે.

શખ્સે ખોટ્ટુ બોલી કરી ચોરી

ગઇકાલે રાતે આઠેક વાગે હું નમાજ પઢવા ગયો હતો ત્યારે મારી પત્ની અને બાળકો સાથે મારા માતા-પિતાના ફ્લેટમાં જમવાનું બનાવવા ગઇ હતી. અમે જમી રહ્યા  હતા ત્યારે સવા નવેક વાગે મારી માતાએ મારા ફ્લેટમાંથી એક શખ્સને બહાર નીકળતા જોતા મને જાણ કરી હતી. ફહીમભાઇએ પોલીસને કહ્યું છે કે, હું ઝડપભેર નીચે ઉતર્યો હતો અને નીચે તેને અટકાવી પૂછપરછ કરતાં અજાણ્યા શખ્સે કહ્યું હતું કે, હું રંગોલી હોટલમાં કામ કરૂ છું. નીચે જ રહું છું અને મેનેજરને શોધવા ઉપર આવ્યો હતો.

ઉપર ગયા પછી ખબર પડી કે…

અમારા એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રંગોલી હોટલનો સ્ટાફ રહેતો હોવાથી મેં તેને જવા દીધો હતો. હું જ્યારે ઉપર ગયો ત્યારે મારી પત્નીએ તિજોરીમાંથી ચોર ત્રણ તોલાનું કડુ, બે તોલાના ઝુમ્મર અને રોકડા રૂ.૧૭ હજાર ચોરી ગયો હોવાનું જણાઇ આવ્યું હતું. સયાજીગંજ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ચોરીમાં ગયેલી મત્તા હજી વધી શકે તેવી શક્યતા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સાપુતારા ફરવા જતા પહેલાં આ જાણી લો નહીં તો…., ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Dhruv Brahmbhatt

જળયાત્રા / ભગવાન જગન્નાથનો કરાયો જળાભિષેક, નીતિન પટેલનું રથયાત્રાને લઇને મહત્વનું નિવેદન

Dhruv Brahmbhatt

આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીથી રાજનીતિ તેજ, AAP માં જોડાવવા મામલે હાર્દિક પટેલનું મોટું નિવેદન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!