GSTV
Gujarat Government Advertisement

ઉપલેટા પોલીસ સ્ટેશનમાંથી ચોરીના કેસમાં ઝડપાયેલો આરોપી રફુચક્કર થઇ ગયો

Last Updated on July 26, 2020 by

રાજકોટના ઉપલેટા પોલીસ સ્ટેશનમાંથી આરોપી રફુચક્કર થઇ ગયો હતો.આકાશ ઉર્ફ પ્રકાશ ઉર્ફ પોલો દુધરેજીયા નામનો ચોરીના ગુન્હામાં પકડાયેલો આરોપી ગત રાત્રે પોલીસ લોક અપમાંથી ભાગી ગયો હતો. કોરોનાની મહામારીમાં પોલીસ માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને દંડ અને દંડા ફટકારે છે. જ્યારે ચોરીના આરોપીને સાચવી ન શકતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

આજે કોરોના 1110 કેસ નોંધાયા

ગુજરાતમાં હવે કોરોનાના કેસ નવા નવા કિર્તીમાન સર્જી રહ્યા છે. આજે તો કોરોના કેસોએ 1100નો આંકડો પાર કરી નાખ્યો છે. આજે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1110 કેસ નોંધાયા છે. તો કુલ 21 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 12, અમદાવાદમાં 3, વડોદરામાં 2 જ્યારે ગાંધીનગર, જામનગર, મોરબી, રાજકોટમાં 1-1 દર્દીનું મોત થયું છે. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2326 થઇ ચૂક્યો છે. તો હાલમાં 85 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 753 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 40 હજાર 365 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 299, અમદાવાદમાં 163 કેસ, વડોદરામાં 92 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 6 લાખ 42 હજાર 370 ટેસ્ટ કરવામા આવ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!