GSTV
Gujarat Government Advertisement

શું ઓક્ટોબરથી ખરેખર ખુલી રહ્યા છે થિયેટર? જાણો શું છે વાયરલ ન્યુઝનું સત્ય

Last Updated on September 17, 2020 by pratik shah

કોરોના વાયરસ મહામારીને લીધે અસ્તવ્યસ્ત થઇ ગયેલું જીવન હવે ધીરે ધીરે સામાન્ય થતું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે દેશભરના Theater અનલોક 4.0માં ખુલી રહ્યા હોવાના સમાચાર સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. અનલોક 4.0 દરમ્યાન અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ઘણા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. એવા એમ પણ પૂછવામાં આવ્યું હતું કે Theater ક્યારથી શરૂ થશે? જેને લઈને સોશ્યલ મીડિયા પર એક સમાચાર વાયરલ થયા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર ઓક્ટોબરથી Theater ખોલવાની યોજના બનાવી રહી છે.

Theater

હમણાં નહિ ખુલે Theater

જોકે, તપાસમાં આ સમાચાર ખોટા હોવાનું સામે આવ્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેકમાં આ સમાચાર ફેક અને પાયા વગરના હોવાનું સામે આવ્યું છે. એનો અર્થ એ છે કે સરકાર 1 ઓક્ટોબરથી સિનેમા હોલ અને થિયેટર ખોલવાની કોઈ યોજના નથી બનાવી રહી. એક મીડિયા રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેટલાંક કડક નિયમો સાથે ૧ ઓક્ટોબરથી ફરીથી થીયેટર અને સિનેમા હોલ ખોલવાનો આદેશ કર્યો છે.

નથી આપ્યો કોઈ નવો આદેશ

પીઆઈપી ફેક્ટ ચેકના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર સ્પષ્ટ કર્યું છે કે સરકાર તરફથી આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પોતાના ટ્વીટમાં PIBએ લખ્યું છે, ‘મીડિયા રીપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૃહ મંત્રાલયે કડક નિયમો સાથે 1 ઓક્ટોબરથી થિયેટર ફરીથી ખોલવાના આદેશ આપ્યા છે. અમારી તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે. સરકાર તરફથી આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.

નથી મળી પરવાનગી

ઉલ્લેખનીય છે કે સરકારે અનલોક 4.0 માં મેટ્રો સેવા ફરી શરૂ કરવાની અનુમતિ આપી હતી પરંતુ સિનેમા હોલ, થીયેટર હોલ અને સ્વિમિંગ પુલ ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રાખવા આદેશ આપ્યો હતો. કોરોનાના વધતા કેસને લઈને સરકાર હાલ સિનેમા હોલ ખોલવાનું જોખમ નથી લેવા માંગતી. એટલે જ હું સુધી આ મામલે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!