ગુજરાતમાંથી પરપ્રાંતિયોને હટાવવાને લઈને ભાજપ ભલે ઠાકોર સેના પર આક્ષેપ કરે. પરંતુ ભાજપ યુવા મોરચાના કાર્યકરની પરપ્રાંતિય વિરુદ્ધની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. છોટાઉદેપુર શહેર ભાજપ કોષાધ્યક્ષ સચિન તડવી દ્વારા પણ પરપ્રાંતિય વિરુદ્ધ કરેલી પોસ્ટ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સચિન તડવીએ પરપ્રાંતિઓને ભગાડી દેવાની ભડકાઉ પોસ્ટ કરી હતી. પોસ્ટના કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ભાજપ પ્રમુખે વિવાદિત પોસ્ટને આકરા શબ્દોમાં વખોડી કાઢી પોસ્ટ મૂકનાર સચિન તડવી સામે પગલાં ભરવાની અપીલ કરી છે.