છઠ્ઠા માળેથી યુવાન નીચે પડ્યો અને લોખંડનો સળિયો માથાની આરપાર નીકળી ગયો

અમદાવાદમાં શનિવારે એક અજીબો ગરીબ ઘટના બની હતી જેમાં છઠ્ઠા માળેથી લોખંડનો લાંબો સળીયો નીચે પડતાં સુશીલ નામના 25 વર્ષના યુવાનના માથાની આરપાર નીકળી ગયો હતો ખૂબ જ ગંભીર હાલતમાં આ યુવકને આશ્રમરોડ પર આવેલી વીએસ હોસ્પિટલમાં લઈ જવાયો છે.

એસ જી હાઈવે પર આવેલી એલ.જે. કોલેજ નજીકની નજીક મોટીફ નામની બાંધકામની સાઇટ બની રહી છે શનિવારે બપોર બાદ આ સ્કીમ પર બાંધકામ ચાલુ હતું એ સમયે આકસ્મિક રીતે લોખંડ નો જાડો અને મોટો સળિયો નીચે પડ્યો હતો આ સમયે 25 વર્ષની ઉંમરનો નીચે ઉભો હતો આ મજુર કશું સમજે એ પહેલાં જ ઉપરથી નીચે પડ્યો તેમના માથા ની આરપાર ઘૂસી ગયો હતો.

માથાથી આરપાર ગુસ્સો આ સળીયો ગળા સુધી પહોંચીને દાઢી ની આરપાર બહાર નીકળ્યો હતો માથામાં સળિયા બાદ યુવકે ચીસ પાડી હતી તેમજ નીચે પટકાયો હતો નીચે ઉભેલા અને મજૂરો અને બીજા લોકોએ પણ આ દ્રશ્ય નિહાળ્યું હતું આજે જોઈને ઘણા લોકો ના રૂવાટા ઉભા થઇ ગયા હતા ત્યારબાદ આ યુવકને સારવાર માટે વી.એસ.માં લઈ જવાયો છે.

મોડી રાત્રે ન્યુરો સર્જન દ્વારા આ યુવકના માથાની આરપાર ઘૂસી ગયેલા સળીયાને બહાર કાઢવા માટેનું જટિલ ઓપરેશન હાથ ધરાયું હતું વી.એસ ના સુત્રો જણાવે છે કે, આ યુવકની હાલત કટોકટીભરી છે લોકોએ તેમને બચાવવા માટેના તમામ પ્રયત્નો હાથ ધર્યા છે પોલીસે પણ આ ઘટના અંગેની તપાસ હાથ ધરી છે. યુવકના માથાની આરપાર નીકળી ગયેલો સળિયો યુવકના પગ સુધી પહોંચી ગયો હતો આવી સ્થિતિમાં તેમને હોસ્પિટલમાં લઈ જઈ શકે તેમ નહોતો. આથી સાઇટ પર હાજર રહેલા અન્ય કટરથી આ સળીયા ને અડધો કાપી નાખ્યો હતો ત્યારબાદ તેમને વીએસ લઇ જવાયો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter