GSTV
Home » News » માર્કેટમાં અવનવા સ્માર્ટફોન થાય છે લોન્ચ, ત્યારે વધુ એક નવા ફીચર્સ સાથે મળશે મોબાઈલ

માર્કેટમાં અવનવા સ્માર્ટફોન થાય છે લોન્ચ, ત્યારે વધુ એક નવા ફીચર્સ સાથે મળશે મોબાઈલ

ભારતીય મોબાઈલ મોર્કેટમાં અવ-નવા ડિઝાઈન ધરાવતા અને આધુનિક સ્માર્ટફોન લોન્ચ થતા રહ્યા છે. ત્યારે શાઓમીએ પણ ભારતીય માર્કેટમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે. શાઓમી તેનો Mi A3 અને A3 Lite સ્માર્ટફોન આગામી 23મી ઓગસ્ટે માર્કેટમાં લોન્ચ કરે તેવી શક્યતા છે. અહેવાલ અનુસાર આ સ્માર્ટફોન અત્યાર સુધીમાં ચીન તેમજ યુરોપના દેશોમાં લોન્ચ થઈ ચૂક્યો છે. આ સ્માર્ટફોન ગત મહિને સ્પેનમાં પણ લોન્ચ કરાયો હતો.

જો કે, હજુ સુધી ભારતમાં આ ફોનને લોન્ચ કરવાની જાહેરાત કરવાની બાકી છે. ભારતમાં આ ફોનની કિંમત કેટલી હશે તેનો કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી. જો કે સ્માર્ટફોન ચાહકોને આગામી 23 ઓગષ્ટથી આ સ્માર્ટફોન બજારમાં જોવા મળી શકે તેવી શક્યતાઓ છે. સ્નૈપડ્રૈગન 675 અને 730 પ્રોસેસર આ ફોન Mi A2 નો સક્સેસર હશે. તાજેતરમાં લીક થયેલા કેટલાક ફીચરનો ખુલાસો થયો છે.

લીક અનુસાર Mi A3માં સ્નૈપડ્રૈગન 730 અને A3 Lite માં સ્નૈપડ્રૈગન 675 પ્રોસેસર આપવામાં આવશે. લીક અનુસાર આ સ્માર્ટફોન ત્રણ કલર વેરિએન્ટ ઓપ્શન-બ્લ્યૂ, ગ્રે અને વ્હાઇટ કલરમાં લોન્ચ કરવામાં આવશે. તેમાં ફિંગરપ્રિંટ સ્કેનર ફીચર આપવામાં આવ્યું નથી. 3.5mm નો ઓડિયો જેક લાગેલો છે. સેલ્ફી કેમેરા માટે વોટર ડ્રોપ નોચ આપવામાં આવ્યો છે. સેલ્ફી કેમેરા 32 મેગાપિક્સલ થઇ શકે છે. લીક ઇમેજમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે 48MP+8MP+2MP નો ટ્રિપલ કેમેરા સેટઅપ હશે. એકબીજા બ્લોગર Quandt ના અનુસાર Mi A3 માં સ્નૈપડ્રૈગન 665 પ્રોસેસર હોઇ શકે છે. તેનો દાવો છે કે તેની ડિસ્પ્લે 6 ઇંચ AMOLED ડિસ્પ્લે હશે જેનું રિઝોલ્યૂશન 1080 પિક્સલ હશે. Xiaomi Mi A3ના સ્પેસિફિકેશન ડિસ્પ્લે – 6.08-ઇંચ (720×1560) પ્રોસેસર – ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 665 ફ્રન્ટ કેમેરો – 32 એમપી રીઅર કેમેરો – 48 એમપી + 8 એમપી + 2 એમપી રેમ – 4 જીબી સ્ટોરેજ – 64 જીબી એક્સપેન્ડેબલ મેમરી – 256 જીબી વજન (ગ્રામ) – 173.80 બેટરી કેપેસિટી – 4030 એમએએચ ઓએસ – Android 9.0 ફાસ્ટ ચાર્જિંગ – ઝડપી ચાર્જ 3.0.

Read Also

Related posts

સરકાર મદદ કરે કે ન કરે, બહુ જલદી ફરીથી ઊભો થશે ઓટો ઉદ્યોગ: મારુતિ

NIsha Patel

ટ્વિટર પર ટૉપમાં દેખાવા લાગ્યાં પૉર્ન બૉટ્સ, લોકોને લલચાવી ચોરે છે તેમની માહિતી

NIsha Patel

Jio GigaFiber: Free LED TV જરૂર મળશે, પણ ચુકવવી પડશે આટલી કિંમત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!