ભારતને ગૌરવ અપાવે એવા એક સમાચાર અમેરિકાથી આવ્યા છે જ્યાં વિશ્વ પ્રસિધ્ધ સ્ટેનફોર્ડ યુનિ. દ્વારા વિશ્વના ટોચના વૈજ્ઞાનિકોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં બનારસ યુનિ.ની આઇઆઇટીના 14 પ્રોફેસરોનો સમાવેશ થતો હતો.

અમેરિકાની આ યુનિ.એ તાજેતરમાં આ યાદી જારી કરી હતી જેમાં વિવિધ શાખાઓના પ્રતિષ્ઠીત માત્ર બે ટકા વૈજ્ઞાનિકોનો સમાવેશ થતો હતો. આ યાદીમાં કુલ 1,59,683 લોકોનો સમાવેશ થતો હતો જેમાં 1500 વૈજ્ઞાનિકો, ડોકટરો અને એન્જીનીયરોનો સમાવેશ થતો હતો.’

આ યાદીમાં બનારસ યુનિ.ની આઇઆઇટીના 14 પ્રોફેસરોનો સમાવેશ થાય છે. તેમના પેપર્સ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અભ્યાસ કરાયા પછી તેમની પસંદગી કરાઇ હતી’ એમ યુનિ.ના ડાયરેકટર પ્રમોદ કુમાર જૈને કહ્યું હતું. સ્ટેનફોર્ડ યુનિ. દ્વારા જારી કરાયેલી યાદીમાં બનારસ યુનિ. ઉપરાંત ઇન્ડિયન ઇન્સટીટયુટ ઓફ ટેકનોલોજી, ગુવાહાટીના 22 ફેકલ્ટી સભ્યોનો પણ સમાવેશ થતો હતો.
- સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો
- મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ
- Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!
- BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ
- પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત