GSTV
Home » News » વિશ્વની ટોચની ઓટો કંપીઓએ ભારતીય બજારમાં કર્યો ભાવ વધારો…

વિશ્વની ટોચની ઓટો કંપીઓએ ભારતીય બજારમાં કર્યો ભાવ વધારો…

જો તેમ નવી કાર ખરીદવાની વિચારી રહ્યાં છે તો તમારી પાસે હવે થોડાંક જ દિવસો બચ્યા છે કારણ કે, નવા વર્ષે જાન્યુઆરી 2020થી મોટા ભાગની ઓટો કંપનીઓએ તેમના વાહનોના ભાવ વધારવાની જાહેરાત કરી છે. જેમાં હવે દક્ષિણ કોરિયાની અગ્રણી કાર કંપની હ્યુન્ડાઇએ ભારતીય બજારમાં પોતાના વાહનોની પ્રાઇસ વધારવાની જાહેરાત કરી છે.

આ અગાઉ મારુતિ સુઝુકીએ પણ નવા વર્ષથી તેની કાર મોંઘી થવાની જાહેરાત કરી હતી. કંપનીએ પોતાની જાહેરાતમાં જણાવ્યું કે, આગામી જાન્યુઆરી 2020થી કંપનીના વ્હિકલ લાઇન-અપમાં સામેલ તમામ વાહનોની પ્રાઇસ વધી જશે. અલબત કારની પ્રાઇસમાં કેટલો વધારો કરાશે તેની કોઇ માહિતી આપી નથી.

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (HMIL)એ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું કે, પ્રાઇસમાં વધારો મોડલ અને ફ્યુઅલ વર્ઝન પ્રમાણ અલગ-અલગ હશે. અલબત ક્યાં મોડલની પ્રાઇસ કેટલી વધશે તે અંગે કંપનીએ કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી.  કંપનીએ કહ્યું કે, ઉત્પાદન ખર્ચમાં સતત વૃદ્ધિને લીધે કારની પ્રાઇસ વધારવાનો નિર્ણય લેવાયો છે.

કંપની હાલ કારની પ્રાઇસ વધારવા અંગે કામગીરી કરી રહી છે. ત્યારબાદ કઇ કારની પ્રાઇસ કેટલી વધશે તેની માહિતી જાહેર કરીશું. તાજેતરમા જ કંપનીએ બજારમાં પોતાની કનેક્ટેડ કોમ્પેક્ટ SUV Venue લોન્ચ કરી હતી જેની આરંભિક પ્રાઇસ રૂ.6.5 લાખ નક્કી કરાઇ છે. એસયુવી સેગમેન્ટમાં આ મોડલ ઘણું લોકપ્રિય થઇ રહ્યું છે.

READ ALSO

Related posts

ભાગ્ય દર્પણ: આવી હસ્ત રેખા ધરાવતા લોકોને ક્યારેય નથી નડતી આર્થિક સમસ્યાઓ

Bansari

ધર્મલોક : જો આ વસ્તુ હશે ઘરમાં તો આવશે સમૃદ્ધી, લક્ષ્મીને કરશે આકર્ષિત

Mayur

સુલેમાની અમેરિકા વિશે અપમાનજનક વાતો કરી રહ્યો હતો એટલે જ મારવાનો આદેશ આપવો પડ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!