કેવડીયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ થયા બાદ કેવડીયાને દીવ અને દમણની જેમ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની અટકળો ચાલી રહી છે. પરંતુ આ અટકળો વચ્ચે દારૂબંધીના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.. નર્મદા જિલ્લાના કેવડીયા, પોઇચા, રાજપીપળા અને દેડીયાપાડામાં નોન આલ્કોહોલીક બિયરનું ધુમ વેચાણ થઇ રહ્યું છે.

આદિવાસી વિસ્તારમાં નોન આલ્કોહોલીક બિયરનું વેચાણ કરતી દુકાનો બિલાડીના ટોપની માફક ખુલી રહી છે. દારૂબંધીનો કાયદો નથી તેવા રાજ્યોમાં આવેલા બારની જેમ આ દુકાનોને લુક આપવામાં આવ્યો છે. ત્યારે આ મામલે વિવાદ થતા પોલીસે દરોડા પાડી ચેકિંગ કર્યું હતુ..

તપાસમાં સામે આવ્યું છે કે આ દુકાનદારો કોઈ મંજૂરી વિના જ નોન આલ્કોહોલીક બિયર વેચતા હતા.ચિંતાની વાત એ છે કે નર્મદા જિલ્લો પ્રવાસન સાથે એક તીર્થધામ પણ છે. જિલ્લામાં અનેક મંદિરો આવેલા છે.. ત્યાં આ રીતના નોન આલ્કોહોલીક બિયરના વેચાણથી ધાર્મિક લાગણી પણ દૂભાઈ છે..

પોઇચામાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રોજના પાંચ હજારથી વધુ પ્રવાસીઓ અને ભક્તો આવે છે. ત્યારે મંદિરના પ્રવેશદ્વાર પાસે જ બિયરની દુકાનો ધમધમતી થતા ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે છે..
READ ALSO
- સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો
- મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ
- Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!
- BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ
- પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત