ઝારખંડના જામતારા નજીકના અંબા ગામમાં બે ખેડૂત ભાઈઓએ દુનિયાની સૌથી મોંઘી મિયાઝાકી કેરી ઉગાડી છે. આ કેરીના એક કિલોના ભાવ ૨.૭ લાખ રૂપિયા સુધી હોય છે. તેની ખૂબ જ માવજત કરવી પડે છે અને એ પછી ફળ આવે ત્યારે કોઈ ચોરી ન જાય એ માટે ખાસ ધ્યાન રાખવું પડે છે.

જામતારા નજીકના અંબા ગામમાં રહેતા ખેડૂત ભાઈઓ એરિંદમ અને અનિમેષ ચક્રવર્તીએ વિશ્વની સૌથી મોંઘી કેરી તેના બાગમાં ઉછેરી છે. મિયાઝાકી નામથી વિખ્યાત આ કેરીના એક નંગનું વજન ૯૦૦ ગ્રામ સુધી પહોંચે છે અને એના એક કિલોના ૨.૭ લાખ રૂપિયા ભાવ આવે છે. આ બંને ભાઈઓએ બાગમાં સાત આંબાં વાવ્યા છે. એમાંથી ત્રણમાં કેરી આવવા માંડી છે. ૨૦૦૦ છોડ ધરાવતા તેના બાગમાં માત્ર મિયાઝાકી જ નહીં, પરંતુ અલ્ફાંસો, આઈવરી, કિંગ ઓફ ચકાપાત, હારૂન જેવી કેરીનું કલેક્શન છે. બાગમાં દેશી કેરીના પણ ૪૫ પ્રકારના આંબાં છે. પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં મિયાઝાકી પ્રકારની કેરી છૂટક વેચાય છે. એ માર્કેટમાં એક ચીર ૧૫૦૦ રૂપિયામાં પણ વેચાય છે અને લોકો એક ચીરના આટલા ભાવ આપે છે. લાલ-પીળા રંગની આ કેરી બેહદ મીઠી અને સુગંધીદાર હોય છે. એમાં રેસા હોતા નથી. આ કેરીના ઔષધિ ગુણો હોવાથી વિદેશોમાં તેની નિકાસ થાય છે.
READ ALSO
- વાહ રે વહીવટી તંત્ર! અમદાવાદના બિસ્માર રસ્તા-ભૂવાની ચિંતા છોડી 192 કોર્પોરટરો સ્ટડીટૂરના નામે કાશ્મીર સહિતના લોકેશન પર જઈ માણશે આનંદ
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’