GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

વિશ્વનો સૌથી ખતરનાક ‘ન્યૂક્લિયર ફૂટબોલ’ પણ આવશે અમદાવાદ, અમેરિકા પાસે 3 ફૂટબોલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસનો અમદાવાદથી શુભારંભ થશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ ભારત પ્રવાસે આવશે ત્યારે તેમની સાથે ના કેવળ તેમની પોતાની સુરક્ષા ટીમ હશે બલ્કે એક ‘ન્યૂક્લિયર ફૂટબોલ’ પણ હશે. આ કોઇ સાધારણ ‘ફૂટબોલ’ નથી પણ તેનામાં થોડી જ ક્ષણોમાં વિશ્વમાં કોઇ એક ભાગમાં તબાહી મચાવવાની ક્ષમતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ક્યાંય પણ જાય તો તેમની સાથે ‘ન્યૂક્લિયર ફૂટબોલ’ રાખે છે. આ ‘ન્યૂક્લિયર ફૂટબોલ’નું શું મહત્વ છે તે વાતનો તેનાથી અંદાજ લગાવી શકાય છે કે તે ક્ષણ ભરમાં વિશ્વમાં ક્યાંય પણ તબાહી મચાવી શકે છે.

શું હોય છે ‘ન્યૂક્લિયર ફૂટબોલ’ ?

આ ‘ન્યૂક્લિયર ફૂટબોલ’ ને સિક્રેટ બ્રિફકેસ પણ કહેવામાં આવે છે અને તે સુરક્ષા ટીમના ટોચના ટોચના જવાનના હાથમાં હોય છે. અન્ય જવાનના હાથમાં દોરી સાથે જોડાયેલી એક બ્રિફકેસ હોય છે. જેના કારણે કોઇ પણ વ્યક્તિ આ ન્યુક્લિયર ફૂટબોલને છીનવવાનો પ્રયાસ કરે તો તેને તેનાથી બચાવી શકાય. પરમાણુ હુમલા માટે સિક્રેટ કોડ અને એલાર્મ સાથે જોડાયેલી આ બ્રિફકેસને ‘ન્યૂક્લિયર ફૂટબોલ’ ના નામથી ઓળખવામાં આવે છે. પરંતુ તે ફક્ત નામનો જ ફૂટબોલ છે અને અસલ ફૂટબોલ સાથે કોઇ નાતો નથી.

પરમાણુ હુમલાની મંજૂરી આપી શકાય છે

કાળા કલરની આ ટોપ સિક્રેટ બ્રિફકેસને વિશ્વની સૌથી શક્તિશાળી બ્રિફકેસ માનવામાં આવે છે અને જેને 1962ના વર્ષથી અમેરિકાના રાષ્ટ્રપતિ હંમેશાં પોતાની સાથે રાખે છે. આ બ્રિફકેસમાં એવા સાધનો હોય છે જેના દ્વારા પરમાણુ હુમલાની મંજૂરી અપાય છે. ‘ ન્યૂક્લિયર ફૂટબોલ’ ને એવા ઉદ્દેશથી તૈયાર કરવામાં આવી છે જેથી અમેરિકન રાષ્ટ્રપતિ પાસે પરમાણુ યુદ્ધના વિકલ્પ હંમેશાં ઉપલબ્ધ રહે. કુલ 3 ‘ન્યૂક્લિયર ફૂટબોલ’ હોય છે, જેમાંથી એક રાષ્ટ્રપતિ-એક ઉપરાષ્ટ્રપતિ-એક વ્હાઇટ હાઉસમાં સલામત રાખવામાં આવે છે. ‘ન્યૂક્લિયર ફૂટબોલ’ તરીકે ઓળખાતી આ બ્રિફકેસની અંદર એક નાનકડું એન્ટેના હોય છે અને તે સેટેલાઇટ ફોનથી જોડાયેલું હોય છે. આ બ્રિફકેસમાં 75 પાનાની પુસ્તિકા પણ હોય છે, જેનાથી રાષ્ટ્રપતિને પરમાણુ હુમલાથી સંબિધત તમામ વિકલ્પોથી જાણ કરાય છે. પરમાણુ હુમલા વખતે રાષ્ટ્રપતિને ક્યાં છુપાવવા તેની પણ વિગત હોય છે.

અમેરિકન સિક્રેટ સર્વિસે DRDO પર ભરોસો મૂક્યો

અમદાવાદના મહેમાન બની રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે અમદાવાદમાં એન્ટિ ડ્રોન સિસ્ટમ ગોઠવવામાં આવી છે. સ્વદેશી સંસ્થા ડી.આર.ડી.ઓ. (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વિકસાવવામાં આવેલી આ સિસ્ટમની ટ્રાયલ દરમિયાન ઉડાડવામાં આવેલા ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં આવવાના હોવાથી અહીં કિલ્લેબંધ સુરક્ષા ઉભી કરવામાં આવી છે. જેમાં કેમિકલ હુમલા કે ડ્રોન હુમલા જેવા આધુનિક ખતરાઓ સામે પણ પૂરતો બંદોબસ્ત ઉભો કરવામાં આવ્યો છે. સ્વદેશી ડી.આર.ડી.ઓ. દ્વારા વિકસાવવામાં આવેલી એન્ટિ ડ્રોન સિસ્ટમ અમદાવાદમાં તૈનાત કરવામાં આવી છે. ભારતમાં ડ્રોન પર પ્રતિબંધ છે પરંતુ અહીં પુષ્કળ પ્રમાણમાં રજિસ્ટ્રેશન વગરના ડ્રોનનો ઉપયોગ થાય છે. ડ્રોન સંપૂર્ણપણે અનરજિસ્ટર્ડ અને જોખમોથી ભરપૂર હોવાથી અહીં તૈનાત કરવામાં આવેલી એન્ટિ ડ્રોન સિસ્ટમની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી અને તેમાં ઉડાડવામાં આવેલા ડ્રોનને સિસ્ટમે સફળતાપૂર્વક તોડી પાડયા છે.

સ્ટેડિયમનું ઉદ્ઘાટન હવે પછી અલગ રીતે થશે : ધનરાજ નથવાણી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંયુક્ત કાર્યક્રમ ‘નમસ્તે ટ્રમ્પ’ સોમવારે નવનિર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાનો છે. આ કાર્યક્રમમાં જ ડોનાલ્ટ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વના સૌથી વધુ પ્રેક્ષક ક્ષમતા ધરાવતા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેમ મનાતું હતુ. જોકે, ગુજરાત ક્રિકેટ એસોસિએશને (જીસીએ) સ્પષ્ટતા કરી છે કે, ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ એ મોટેરા સ્ટેડિયમનો ઉદ્ઘાટન સમારંભ નથી. અમે સ્ટેડિયમનું ઉદ્ઘાટન માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરીશું. એમ જીસીએના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું. અમદાવાદના મોટેરામાં 1.10 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં સોમવારે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમની જાહેરાત થઈ ત્યારથી જ સ્થાનિક પોલીસ અને સત્તાધીશો આ કાર્યક્રમને મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન સમારંભ તરીકે ઓળખાવતા હતા. જોકે, ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને 48 કલાક બાકી છે, ત્યારે જીસીએ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ કાર્યક્રમમાં સ્ટેડિયમનું ઉદ્ઘાટન થવાનું નથી.

READ ALSO

Related posts

ગુજરાતમાં 20 દિવસ પછી બીજી વખત 400થી વધારે અને અમદાવાદમાં 300થી વધુ કેસ

Harshad Patel

ગુજરાતમાં ફૂટ્યો કોરોના બોમ્બ: લોકડાઉનમાં છૂટછાટ પડી રહી છે ભારે, રાજ્યમાં 405 કેસ કોરોના પોઝિટીવ

Ankita Trada

અમદાવાદમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના આ 7 ઝોન ભારે પડી જશે, રૂપાણી સરકાર લઇ રહી છે રિસ્ક તમે ના લેતા!

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!