GSTV
Home » News » દક્ષિણ આફ્રિકાના પહાડી વિસ્તારમાં 86.7 કિ.મી.ની રેસ, ગુજરાતના દોડવીરે કરી પૂરી

દક્ષિણ આફ્રિકાના પહાડી વિસ્તારમાં 86.7 કિ.મી.ની રેસ, ગુજરાતના દોડવીરે કરી પૂરી

વલસાડ રેસર્સ ગ્રૂપના સભ્યે આ વર્ષે ૯મી જૂનના રોજ યોજાયેલી દુનિયાની સૌથી મુશ્કેલ ગણાતી કોમરેડ મેરેથોનમાં ભાગ લઇ તેને સફળતા પૂર્વક પૂરી કરી છે. આ રેસ પૂર્ણ કરનાર તેઓ વલસાડના બીજા દોડવીર બન્યા છે. મેરેથોનમાં વલસાડ અને સુરતના પાંચ મળી ૬ દોડવીર જોડાયા હતા.

વલસાડના સંદીપ ઠાકોરે આ વર્ષે યોજાયેલી કોમરેડ મેરેથોનમાં ભાગ લીધો હતો. અને ૮૬.૭ કિમીની રેસ ૧૧ કલાક ૫૭ મિનિટમાં પૂર્ણ કરી હતી. આ રેસ સાઉથ આફ્રિકાના ડર્બનથી પીટર્સબર્ગ સુધી યોજાઇ છે. આ રેસની શરૂઆત વર્ષ ૧૯૨૪માં થઇ હતી. હાલ દુનિયાભરના મેરેથોન રનર આ રેસમાં ભાગ લેવા આવે છે.

આ વર્ષે ભારતના ૨૦૬ અને સુરતના ૫ મેરેથોન રેસરોએ ભાગ લીધો હતો. સુરતના તમામ દોડવીરો લલિત પેરીવાલ, પંકિલ દોશી, રાજીવ શેઠ, ગૌતામભાઇ અને ગુંજર ખુરનાએ આ રેસ સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી. દક્ષિણ આફ્રિકાની આ મેરેથોન પહાડી વિસ્તારમાં યોજાય છે. જે ખૂબ મુશ્કેલ હોય છે.

તેના માટે ઘણા સમયની પ્રેક્ટિસ જોઇએ છે. અગાઉ યોજાયેલી આ મેરેથોન વલસાડના ડો.કલ્પેશ જોષીએ સૌપ્રથમ પૂર્ણ કરી હતી. ત્યારબાદ હાલમાં યોજાયેલી મેરેથોનમાં સંદીપ ઠાકોર બીજા સભ્ય બન્યા છે. આ મેરેથોન પૂર્ણ કરી તેમણે સ્વાસ્થ્ય જાગૃત્તિનો સંદેશો આપ્યો છે.

Read Also

Related posts

અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિર્ણયથી ૧૫ લાખ કાગળની બચત થઇ જાણો કેવી રીતે

Nilesh Jethva

વડોદરામાં ખંડણીરાજ : આ કુખ્યાત આરોપીએ જેલમાં બેઠા બેઠા માગી એક કરોડની ખંડણી

Nilesh Jethva

6 લોકોએ અનુરાગ ઠાકુરવાળી કરી , દિલ્હીની સ્થિતિમાં બળતામાં ઘી હોમ્યુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!