GSTV

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ બનાવી રહી છે વેબસાઈટ, એક ક્લિકે મળશે દરેક કાર્યકર્તાની માહિતી

BJP

ભાજપમાં હવે નવી વેબ સાઈટ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલમાં ભાજપ એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. પરંતુ તમામ કાર્યકર્તાઓની માહિતી ભાજપ પાસે નથી. માત્ર સક્રિય કાર્યકર્તાઓની માહિતી ભાજપ પાસે છે.પરંતુ હવે ભાજપ “સરલ” સીસ્ટમ વિકસાવી રહ્યું છે. જેના આધારે હવે દેશના કોઇપણ ખૂણાના કાર્યકર્તાઓની માહિતી માત્ર એક ક્લિક પર મળી રહે તેના માટેનું આયોજન હાલમાં રાષ્ટ્રીય સ્તર પર ચાલી રહ્યું છે.

ભાજપના દેશભરમાં ૧૧ કરોડ કાર્યકર્તાઓ છે. હાલમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને કાર્યકર્તાઓમાં વધારો કરવાનું પણ આયોજન ભાજપનું છે.પરંતુ એ ૧૧ કરોડ કાર્યકર્તાઓ ભાજપના છે તે પૈકીના સક્રિય કાર્યકર્તાઓ સિવાયના કાર્યકર્તાઓની વિગત ભાજપ પાસે નથી અને જેના માટે જ હવે રાષ્ટ્રીય સ્તર પર ભાજપ “સરલ”ના માધ્યમથી કોઇપણ કાર્યકર્તાનો ડેટા આસાનીથી મેળવી શકે તેના માટે આયોજન કરવામાં આવી રહ્યું છે જે લગભગ ૬ માસમાં પૂર્ણ થઇ જશે.

ભાજપ રાષ્ટ્રીય સ્તર પર એક સોફ્ટવેર બનાવવામાં આવી રહ્યું છે. જે હાલમાં ટ્રાયલ બેઇઝ પર છે. જેમાં હવે દેશભરના જેટલા પણ કાર્યકર્તાઓ હશે તેની વિગત અપલોડ કરવામાં આવશે. જેથી દેશના કોઇપણ ખૂણામાં બેસીને કોઇપણ બુથના કાર્યકર્તાની વિગત એક ક્લિક પર જોઈ શકાશે. ગત વખતે સંગઠન પર્વ યોજાયું ત્યારે માત્ર મિસકોલ કરી કાર્યકર્તા બનાવવામાં આવ્યા.પરંતુ તેમાં તમામ કાર્યકર્તાની વિગત એકઠી થઇ નહીં. જેથી પાર્ટી પાસે ડેટા રહ્યો નહિ. જેથી આ વખતે તમામ વિગત સાથે જ કાર્યકર્તા બનાવવામાં આવ્યા છે. જે ડેટા સેવ થયો છે તે તમામ ડેટા સરલ નામના સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે.

સાથે જ એ કાર્યકર્તા અને નેતાની વિગત સાથે ફોટો પણ અપલોડ કરવામાં આવશે. આ સોફ્ટવેર રાષ્ટ્રીય સ્તર પર બનાવવામાં આવ્યું છે. જેમાં દરેક રાજ્યના પ્રદેશ સંગઠનને તેનો યુઝર નેમ અને પાસવર્ડ આપવામાં આવશે. સાથે જ જીલ્લા સ્તર પર પણ તેનો એક્સેસ આપવામાં આવશે. એ સિવાય કોઈને પણ તેનો એક્સેસ આપવામાં આવશે નહીં.

ભાજપ બનશે સરલ

  • સરલના માધ્યમથી કોઇપણ કાર્યકર્તાનો ડેટા આસાનીથી મળી શકે તેવું આયોજન
  • ૬ માસમાં પૂર્ણ થશે કામગીરી
  • ભાજપ રાષ્ટ્રીય સ્તરે વિકસાવશે સોફટવેર
  • હાલમાં ટ્રાયલ બેઇઝ પર કામગીરી
  • દેશભરના કાર્યકર્તાઓની વિગત અપલોડ કરાશે
  • દેશના કોઇપણ ખૂણેથી કોઇપણ બૂથ કાર્યકર્તાની વિગત જાઇ શકાશે
  • કાર્યકર્તાની વિગતો અને ફોટો પણ અપલોડ કરાશે
  • દરેક રાજ્યના પ્રદેશ સંગઠનને યુઝર નેમ અને પાસવર્ડ અપાશે

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!