GSTV
Home » News » દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં હાર અને જીતનો 23મીએ થશે ફેંસલો, જાણો મતગણતરીની શું છે પદ્ધતિ

દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં હાર અને જીતનો 23મીએ થશે ફેંસલો, જાણો મતગણતરીની શું છે પદ્ધતિ

દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં હાર અને જીતનો ફેંસલો 23 મેના રોજ આવશે. 23 મેએ થનારી મતગણતરી બાદ કઇ પાર્ટી સરકાર રચશે એ સ્પષ્ટ થઇ જશે. સ્વાભાવિક છે કે સમગ્ર દેશ અને દુનિયાની નજર 23 મેના રોજ જાહેર થનારા પરિણામો પર છે. ત્યારે સવાલ એ છે કે આખરે ઇવીએમના મતની ગણતરી કેવી રીતે થાય છે. મતગણતરીની શું છે પદ્ધતિ. આવો જોઇએ આ ખાસ અહેવાલમાં.

2019ની લોકસભા ચૂંટણી મતગણતરીની દ્રષ્ટિએ ખાસ અને અનોખી છે. કેમકે આ વખતની ચૂંટણીમાં પ્રથમ વખત ઇવીએમને વીવીપેટ સાથે જોડવામાં આવ્યા છે. ઇવીએમને લઇને ભારે વિવાદ સર્જાયા બાદ સુપ્રીમ કોર્ટે મતગણતરીમાં 5 વીવીપેટની પેપર સ્લીપ વેરિફિકેશનનો નિર્દેશ આપ્યો છે. ત્યારે ઇવીએમના મતની ગણતરી કેવી રીતે થાય છે તે જાણવું ઘણું રસપ્રદ બની રહેશે.

મતદાન બાદ સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવેલા ઇવીએમ મતગણતરીના દિવસે જ બહાર કાઢવામાં આવશે. સવારે 8 વાગ્યે લોકસભાની કુલ 543 બેઠકો પર મતગણતરી શરૂ થશે. જેના અડધા કલાક બાદ જ વલણ આવવાના શરૂ થઇ જશે. મતગણતરી કેન્દ્રો પર રિટર્નિંગ ઓફિસર ઉપરાંત ઉમેદવારો, ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ પણ હાજર રહેશે. મતગણતરીની સંપૂર્ણ પ્રક્રિયાની અધિકૃત કેમેરા દ્વારા વીડિયોગ્રાફી કરવામાં આવશે.

ગણતરી બેલેટ પેપરથી શરૂ થાય છે

સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. પોસ્ટલ બેલેટ સર્વિસ મતદાતા ચૂંટણીના કર્મચારીઓ હોય છે. પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઇવીએમ ખોલવાનું શરૂ થાય છે. પોસ્ટલ બેલેટ પણ ઇવીએમ સાથે મતગણતરી ટેબલ પર પહોંચે છે. મહત્વનું છે કે એકસાથે વધુમાં વધું 14 ઇવીએમની ગણતરી જ કરવામાં આવે છે. મતગણતરી કેન્દ્રો પર તૈનાત નિરીક્ષકોની મુખ્ય ફરજ પણ અહીંથી શરૂ થાય છે. નિરીક્ષકો પહેલા ઇવીએમની સુરક્ષાની ચકાસણી કરે છે. ઇવીએમ સાથે કોઇ છેડછાડ તો નથી કરવામાં આવી ને, તે વાતની પણ તે પુષ્ટિ કરે છે.

આ વખતે VVPAT પણ જોડવામાં આવ્યા

આ વખતની ચૂંટણીમાં ઇવીએમ સાથે વીવીપેટ પણ જોડવામાં આવ્યા છે. આથી મતની ગણતરીનો પાંચેય વીવીપેટ સાથે મેળાપ કરવામાં આવશે. ચૂંટણી અધિકારી દ્વારા ઇવીએમના કંટ્રોલ યુનિટનું રિઝલ્ટ બટન દબાવવાથી જ કુલ મતનો ખ્યાલ આવે છે. સાથે જ ક્યા ઉમેદવારને કેટલા મત મળ્યા એ પણ જાણવા મળે છે. પાંચેય વીવીપેટના પરિણામ સાથે કંટ્રોલ યુનિટના આંકડાઓની સરખામણી કરવામાં આવશે. પિજન હોલ બોક્સની ચબરખીની સંખ્યા સાથે પણ મતની સંખ્યા મેળવવામાં આવશે. અને તમામ ગણતરી પૂર્ણ થયા બાદ તેને રિટર્નિંગ ઓફિસરને મોકલવામાં આવશે. આમ ઇવીએમ અને વીવીપેટની સરખામણીથી કોઇ પણ ભૂલ વગરનું સચોટ પરિણામ મળે છે.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!