GSTV

ભારતમાં આ તારીખથી વેચાશે દુનિયાનું સૌથી શુદ્ધ પેટ્રોલ-ડીઝલ, માત્ર આટલા વર્ષમાં મળ્યું ટોપ પર સ્થાન

Petrol-Diesel

1 એપ્રિલ 2020થી ભારતમાં વિશ્વનું સૌથી સાફ પેટ્રોલ ડીઝલ વેચાવા લગાશે. સરકારી તેલ કંપનીઓ દેશભરમાં યૂરો-6 ગ્રેડ ડીઝલ અને પેટ્રોલની સપ્લાય કરશે. ભારતે માત્ર ત્રણ વર્ષમાં જ સૌથી સાફ પેટ્રોલનો વપરાશને લઈને મોટી સિદ્ધી મેળવી લીધી છે, જે દુનિયાની કોઈ પણ મોટી અર્થવ્યવસ્થા કરી શકી નથી. ભારત આ પ્રકારની સિદ્ધી મેળવી અમુક દેશની યાદીમાં સામેલ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલ 2018થી દિલ્હી અને NCRમાં સરકારી તેલ કંપનીઓ યૂરો-6 ગ્રેડ ડીઝલ અને પેટ્રોલ વેચનાર છે.

વર્ષ 2015માં સરકારે 1 એપ્રિલ 2020થી યૂરો-6 ઉત્સર્જન માનદંડ અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ BS-6 પેટ્રોલ અને ડીઝલનુ વેચાણ થશે, જ્યારે કે હવે યૂરો-4 ગ્રેડનું વેચાણ થઈ રહ્યુ છે.

તેનાથી શું થશે

દેશમાં ઘણા મોટા શહેરોમાં વાયુ પ્રદુષણનું સ્તર ખૂબ જ ઉંટુ છે. સામાન્ય રીતે આ ખતરનાક સ્તરની ઉપર જ રહે છે. તેથી જ રાષ્ટ્રીય રાજધાનીમાં દેશના બીજા ભાગો પહેલા સ્વચ્છ ઈઁધણની વ્યવસ્થા કરવામાં આવી છે. જાણકારોનુ કહેવુ છે કે, યૂરો-6 પેટ્રોલ-ડીઝલનું વેચાણ શરૂ થતાની પહેલા જ પ્રદૂષણના સ્તરમાં ખૂબ જ ઘટાડો આવશે.

તેલ કંપનીઓએ શરૂ કર્યુ સ્વચ્છ ઈંધણનું પ્રોડક્શન

દેશમાં 50 ટકાથી વધારે પેટ્રોલપંપ થકી ઈંધણ સપ્લાઈ કરનાર સૌથી મોટી કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ચેરમેન રાજીવ સિંહનું કહેવુ છે કે, ઓછા સલ્ફરવાળા પેટ્રોલ ડીઝલનુ પ્રોડક્શન વર્ષ 2019ના અંતથી શરૂ કરી દીધુ છે. તેલ કંપનીઓએ હવે દેશમાં ઈંધણના દરેક ટીપાને નવાની માલની સાથે બદલવાનું કઠણ કામ લગભગ પૂર્ણ કરી લીધુ છે.

ઈંધણના પૂરવઠો પૂર્ણ રીતે ટ્રેક પર

ઈન્ડિયન ઓઈલના ચેરમેન સંજીવ સિંઘનુ કહેવુ છે કે, 1 એપ્રિલથી BS-VI ઈંધણના પૂરવઠો પૂર્ણ રીતે ટ્રેક પર છે. લગભગ બધી જ રિફાઈનરિયોએ BS-VI ઈંધણના પૂરવઠો ભરવાની શરૂઆત કરી દીધી છે અને દેશભરમાં ડિપો સુધી પહોંચી ગયો છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!