GSTV
Home » News » ફરી વિશ્વ મંદીની ઝપટે ચઢશે : અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર વકરવાના એંધાણ, ટ્રમ્પે આપી આ ધમકી

ફરી વિશ્વ મંદીની ઝપટે ચઢશે : અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર વકરવાના એંધાણ, ટ્રમ્પે આપી આ ધમકી

અમેરિકા અને ચીવ વચ્ચે ફરી એક વખત ટ્રેડ વોર વકરે તેવા એંધાણ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના માલસામાન પર વધુ ટેક્સ ઝીંકવાની ધમકી ઉચ્ચારી છે. ટ્રમ્પે જણાવ્યું કે જો ચીન સાથે વેપાર સમજૂતિ નહીં થાય તો તેના પર વધુ ટેક્સ લગાવવામાં આવશે.

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે બંને આર્થિક મહાસત્તાઓ વચ્ચે સુલેહના સંકેત મળી રહ્યા હતા. આ પહેલા રવિવારે ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકા સાથે વેપાર સમજૂતીને લઇને સાર્થક વાતચીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ચીનના વાણિજ્ય મંત્રાલય મુજબ નાયબ વડાપ્રધાન લીઉ હીએ અમેરિકાના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇથાઇઝર અને નાણાપ્રધાન સ્ટીવન ન્યૂચિન સાથે વાતચીત કરી. બંને પક્ષોએ પહેલા તબક્કાની સમજૂતીમાં પોતપોતાની ચિંતા વ્યક્ત કરી.

trade war china

મંત્રાલયે જણાવ્યું કે બંને પક્ષો સતત વાતચીત કરી રહ્યા છે. જો કે આ મામલે વિસ્તારપૂર્વક કંઇ પણ જણાવાઇ રહ્યું નથી. મહત્વનું છે કે અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેડ વોરની નકારાત્મક અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડી છે.

Read Also

Related posts

ચાર ચાર બોયફ્રેન્ડ સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ બની ગર્ભવતી હવે બાપ કોણ આ માટે કાઢ્યો આ ઉપાય

Bansari

બાઇક કે સ્કૂટર સસ્તામાં ખરીદવાની છેલ્લી તક, 31 ડિસેમ્બર બાદ ટુ-વ્હીલર થઇ જશે આટલા મોંઘા

Bansari

જ્યાં-ત્યાં ફોન ચાર્જ કરવાની આદત ભારે પડશે, આવું કર્યુ તો તળિયાઝાટક થઇ જશે તમારુ બેન્ક એકાઉન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!