GSTV
Home » News » ખુરશીનો મોહ : 17થી 23 વર્ષ સુધી આ નેતાઓએ ભોગવ્યું છે રાજકારણમાં ટોચનું સ્થાન

ખુરશીનો મોહ : 17થી 23 વર્ષ સુધી આ નેતાઓએ ભોગવ્યું છે રાજકારણમાં ટોચનું સ્થાન

longest serving leaders

છેલ્લા 24 વર્ષથી સિક્કિમનાં મુખ્યમંત્રી પવન ચામલિંગ ભારતનાં કોઇ રાજ્ય પર શાશન કરવા વાળા મુખ્યમંત્રીની યાદીમાં સામેલ છે. ગત વર્ષે જ તેમણે પશ્ચિમ બંગાળનાં સીએમ રહેલા જ્યોતિ બસુનો રેકોર્ડ તોડ્યો હતો. આ સાથે જ જ્યોતિ બસુ લાંબા સમય સુધી શાસન કરવા વાળી સીએમની યાદીમાં સામેલ થયા છે. જો કે એક ખાસિયત છે જે તેમને બીજા કરતા અલગ તારવે છે. તે ખાસિયત એ છે કે  ચામલિંગ નિષ્પક્ષ અને સમયસર ચૂંટણી કરાવીને ખુરશી પર ટકી રહ્યા છે.

મહત્વનું છે કે 2019ની લોકસભા ચૂંટણીની સાથે જ સિક્કિમ વિધાનસભા ચૂંટણી પણ થવાની છે. જો ચામલિંગ આ વખતે પણ જીતશે તો તેઓ સીએમ તરીકે 30 વર્ષ પુરા કરી શકે છે.

નામ રાજ્ય અને પદ વર્ષ
પવન ચામલિંગ સિક્કિમ (વર્તમાન CM) 24
જ્યોતિ બસુ પશ્ચિમ બંગાળ (1977-2000) 23
ગેગાંગ ઉપાંગ અરૂણાચલ પ્રદેશ (1980-1999) 19
માણિક સરકાર ત્રિપુરા સીએમ(1998-2018) 19
નવીન પટનાયક ઓરિસ્સા (વર્તમાન મુખ્યમંત્રી) 19
જવાહરલાલ નહેરૂ પ્રધાનમંત્રી (1947-1964) 17

દુનિયામાં કોણે કેટલો સમય રાજ કર્યુ

અલિજીરીયાનાં રાષ્ટ્રપતિ અબ્દુલ અઝીઝ બોટફ્લિકાએ સૈન્ય દબાણમાં આવીને 20 વર્ષ પછી પોતાનાં પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે પહેલા જ કહ્યું હતું કે  તેઓ 28-એપ્રિલે પોતાનું પદ છોડશે. જો કે લોકોએ તેમને તાત્કાલિક પદ પરથી રાજીનામું આપવાની વાત કરીને ખુરશી ખાલી કરાવી હતી. મહત્વનું છે કે અબ્દુલ અઝીઝ દુનિયાનાં એવા નેતાઓમાં સામેલ છે, જેમણે પોતાનાં ક્ષેત્રમાં લાંબા સમય સુધી શાસન કર્યુ અથવા કરે છે. આ યાદીમાં 39 વર્ષથી 18 વર્ષ સુધી શાસન કરવા વાળા નેતાઓનાં નામ સામેલ છે. સત્તાનો મોહ ભલભલાને આંધળો બનાવી મુકે છે.

દાયકાથી ખુરશી પર ચોંટેલા નેતાઓ 

નામ દેશ વર્ષ
મેબેસોગો ઇફ્ચેટોરિયલ ગિની 39
બિયા કૈમરૂન 36
હુન સન કંબોડિયા 34
મુસેવની યુગાન્ડા 33
અયાતુલ્લા ખુમૈની ઇરાન 29
બશીર સુદાન 29
ડેબી શાડ 28
ઇસાઇસ અફવેર્કી એરિટ્રિયા 27
રામોન તાજીકિસ્તાન 26
લુકાશેંકો બેલારૂસ 24
નગેસો કાંગો 21
અબ્દેલઅઝીઝ બોટફ્લિકા અલ્જીરીયા 19
ગેલે જિબુતી 19
પુતિન રશિયા 18

આ યાદી દુનિયાનાં દેશો પર લાંબા સમય સુધી શાસન કરવા વાળા નેતાઓની છે. ઐ પૈકી ઘણાં શાસનકર્તાઓ વર્તમાનમાં પણ સત્તારૂઢ છે. ઘણાં નાના દેશોને આ લીસ્ટમાં સામેલ કરાયા નથી.

READ ALSO 

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Karan

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Karan

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Karan
Do NOT follow this link or you will be banned from the site!