GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

‘ઝૂકતી હૈ દુનિયા ઝૂકાનેવાલા ચાહીયે’, 16 વર્ષની છોકરીના કારનામા જોઈ વિશ્વ અચંબિત

સામાન્ય રીતે 16 વર્ષની ઉંમરે લોકો શું કરે? સ્કૂલે જાય. ભણે-ગણે અને રમે. મતલબ કે તેઓ પોતાની જ દુનિયામાં મસ્ત હોય છે. પરંતુ આ જ કિશોરો દુનિયાભરની ચિંતા કરે અને મોટેરાઓથી પણ વધુ સમજદારીભરી વાતો કરે તો તે ખરેખર ચિંતાજનક છે અને વિચારવાલાયક પણ છે. કે શું સ્થિતિ એટલી પણ બદતર બની ચૂકી છે. ગ્રેટા થનબર્ગના વિચારો આપણને સૌને કંઇક આવું જ વિચારવા મજબૂર કરે છે. પરંતુ આખરે કોણ છે ગ્રેટા થનબર્ગ અને તેમણે શા માટે અને કેવા સંજોગોમાં શરૂ કરી ક્લાયમેટ ચેન્જની ઝૂંબેશ. આવો જોઇએ.

આ દ્રશ્ય છે વર્ષ 2018નું. કે જ્યારે સ્વીડનની ગ્રેટા થનબર્ગે પર્યાવરણને બચાવવા એકલા હાથે શરૂ કરી ઝૂંબેશ.

અને આ દ્રશ્યો છે ક્લાયમેટ ચેન્જની ગ્રેટાની ઝૂંબેશ શરૂ થયાના એક વર્ષ પછીના. એકલવીર ગ્રેટાની પર્યાવરણની ઝુંબેશે એવી ચર્ચા જગાવી કે આજે આખી દુનિયા તેની સાથે છે.

2018ના ઓગસ્ટ મહિનામાં ગ્રેટાએ સૌપ્રથમ વખત ક્લાયમેટ ચેન્જ મુદ્દે શાળામાં હડતાળ પાડી. અને હાથમાં કાર્ડ લઇને સ્વિડીશ સંસદ સામે વિરોધ પ્રદર્શ યોજ્યું.

ગ્રેટાએ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ ક્લાયમેટ ચેન્જ મુદ્દે સમજણ આપી. અને દર શુક્રવારે સ્કૂલમાં રજા પાડી ફ્રાઇડે ફોર ફ્યુચર નામથી અભિયાન શરૂ કર્યું. જેમાં ધીમે ધીમે અનેક વિદ્યાર્થીઓ જોડાયા.

ગ્રેટાએ ત્રણ અઠવાડિયાં સુધી સ્વીડનની સંસદ બહાર પર્યાવરણના સંકટ મામલે પૂરતાં પગલાં ન લેવાયાં હોવાનો વિરોધ કર્યો. ગ્રેટા આટલેથી ન અટકી. પોતે કરી રહેલા વિરોધ પ્રદર્શન વિશે તેમણે સોશિયલ મીડિયામાં માહિતી આપી અને તેમની પોસ્ટ વાઇરલ થઈ ગઇ. જે બાદ વિશ્વભરના લોકોનું ધ્યાન ગ્રેટા તરફ ખેંચાયું. ગ્રેટાની માંગણી હતી કે સ્વિડીશ સરકાર પેરિસ ક્લાઇમેટ સમજૂતીનું પાલન કરે અને તેને અનુરૂપ નીતિઓ ઘડે. 

જોતજોતામાં ગ્રેટાનું અભિયાન મોટા પાયે ચર્ચાનો વિષય બન્યું અને સોશિયલ મીડિયા પર #FridaysForFuture અને #Climatestrike જેવા હૅશટૅગ સાથે લોકો તેમને સપોર્ટ કરવા લાગ્યા. ગ્રેટાના વિરોધ બાદ વિશ્વનાં અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ અને લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા. ગ્રેટાની ઝુંબેશથી પ્રેરાઈને માર્ચ મહિનાથી દુનિયાનાં ઘણાં શહેરોના વિદ્યાર્થીઓએ દર શુક્રવારે હડતાળની શરૂઆત કરી છે.

જર્મની, જાપાન, યુકે અને ઑસ્ટ્રેલિયામાં હજારો વિદ્યાર્થી ફ્રાઇડે ફૉર ફ્યુચર પ્રદર્શનમાં જોડાયા. આજે દુનિયાના યુવાનો તો ઠીક ટોચના નેતાઓ, ચળવળકારો અને પર્યાવરણવાદીઓ માટે પણ ગ્રેટા થનબર્ગ  પ્રેરણાનો સ્ત્રોત બની ગઇ છે.

READ ALSO

Related posts

રાજ્યમાં 1 અઠવાડિયામાં 3 હજાર પોઝિટીવ અને મોત 200ને પાર, આજે રેકોર્ડ બ્રેક 500નો આંક વટાવ્યો

Harshad Patel

BJP નેતાની દબંગાઈ,અધિકારીએ શું ભૂલ કરી કે ચપ્પલ લઈને ફરી વળ્યા,જુઓ VIDEO

Harshad Patel

સરકારને અનલોક કરવુ પડ્યુ ભારે: રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 510 દર્દીઓ Corona પોઝીટીવ, 35નાં મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!