એક જમાનો એવો પણ હતો કે, જેમાં નોકરીઓ કરવા માટે અમુક ગણ્યા ગાંઠ્યા ક્ષેત્રની જ પસંદગી કરતા હતા. જેમાંથી લોકો પોતાના કરિયરની પણ પસંદગી કરતા. જો કે, આજે સ્થિતી બદલાઈ ગઈ છે, અને ઉદારીકરણના આ સમયમાં નોકરીઓ માટે કેટલાય અવસરો પૈદા થઈ રહ્યા છે. જો કે, આપને જાણીને નવાઈ લાગશે કે, દુનિયામાં એવા પણ પ્રોફેશન છે, જેમાં દુનિયાભરના ફક્ત 112 લોકો જ કામ કરે છે. આ પ્રોફેશન છે પાણીનું ટેસ્ટીંગ કરવાનો. જેવી રીતે ખાવાનું અને દારૂ ટેસ્ટ કરવામાં આવે છે, તેવી જ રીતે પાણી ટેસ્ટીંગ પણ એક પ્રકારનું પ્રોફેશન બની ગયુ છે.
આપને જાણીને એ વાત નવાઈ લાગશે કે, પાણી ટેસ્ટ પણ અલગ અલગ રીતે થાય છે. જેમાં હલ્કું, ફ્રૂટી, વુડી જેવા ટેસ્ટ હોય છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતમાં આ પ્રોફેશનમાં ફક્ત એક જ વ્યક્તિ છે. જેનું નામ છે ગણેશ અય્યર. ગણેશ અય્યર દેશના એકમાત્ર સર્ટિફાઈડ વોટર ટેસ્ટર છે. ત્યારે આ બાબતને લઈને ગણેશ જણાવે છે કે, આવનારા સમયમાં વોટર ટેસ્ટીંગના ક્ષેત્રમાં અનેક નોકરીઓ આવવાની છે.

ગણેશનું કહેવુ છે કે, જ્યારે તે લોકોને કહે છે કે, તે વોટર ટેસ્ટર છે, તો લોકો તેની ખૂબ મજાક ઉડાવે છે. કારણ કે, આપણા દેશમાં પિવાના શુદ્ધ પાણીની એટલી તંગી છે અને તેની સામે વોટર ટેસ્ટ કરવા માટે એકલો આદમી. તે જણાવે છે કે, આ સર્ટિફિકેટ વિશે તેણે 2010માં સાંભળ્યુ હતું. ત્યાર બાદ તેણે જર્મનીમાંથી કોર્સ કર્યો હતો.
ગણેશ અય્યર જણાવે છે કે, પાણીની અલગ અલગ રીતે ઓળખાણ થાય છે. જેમાં ફાયદા અને ટેસ્ટ પણ અલગ હોય છે. ગણેશનું કહેવુ છે કે, આવનારા દિવસોમાં રેસ્ટોરંટ બિઝનેશમાં આ પ્રોફેશનની ખૂબ જ ડિમાન્ડ આવવાની છે. ગણેશ અય્યર બેવરેજ કંપની Veenના ભારત અને ભારતીય ઉપમહાદ્વીપના ઓપરેશન નિર્દેશક છે.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…