GSTV

લોકમેળો/ સુરેન્દ્રનગર જિલ્લાનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો સતત બીજા વર્ષે નહીં યોજાય, આ કારણે લેવાયો મોટો નિર્ણય

મેળો

Last Updated on July 31, 2021 by Bansari

સુરેન્દ્રનગર જિલ્લાનો વિશ્વ પ્રસિદ્ધ લોકમેળો સતત બીજા વર્ષે કોરોનાને લીધે બંધ રહેશે. થાન તાલુકાનો ભાતીગળ લોકમેળો ચાલુ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની દહેશતને લીધે તંત્ર દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, મંદિરમાં પરંપરાગત ધ્વજારોહણ, પૂજા-અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો મર્યાદિત લોકોની હાજરીમાં ચાલુ રહેશે. લોકમેળો બંધ રાખવાના નિર્ણયને લીધે મેળામાં આવતા હજારો લોકોને આ વર્ષે પણ નિરાશ થવાનો વારો આવ્યો છે.

લોકમેળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

એકબાજુ સરકારી કાર્યક્રમો, પક્ષના કાર્યક્રમોમાં ભીડ થતી જોવા મળે છે તો બીજી બાજુ જનતાને ભીડ ન કરવા અને ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે ત્યારે ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી, ભીડ એકઠી ન થાય તે માટે સુરેનદ્રનગર જીલ્લાના લોકમેળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મેળો

આ અંગેની વધુ વિગત એવી છે કે, સુરેન્દ્રનગર શહેર સહીત જીલ્લામાં જન્માષ્ટમી પર્વ યોજાતા લોક મેળાઓ સતત ત્રીજા વર્ષે પણ બંધ રહેશે કોરોના મહામારીને કારણે ૨૦૧૯થી લોકમેળાઓ બંધ રાખવામાં આવી રહ્યા છે સંભવીત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અને કોરોનાની વર્તમાન પરિસ્થીતીમાં ઘટેલુ સંક્રમણ ન વધે તે માટે સતત ત્રીજા વર્ષે એટલે કે, આ વર્ષે પણ લોકમેળાઓ ન યોજવાનો નિર્ણય લેવાયો છે સુરેનદ્રનગર નગરપાલીકા દ્વારા મેળાના મેદાનમાં અને વઢવાણ નગરપાલીકા દ્વારા રેલવેસ્ટેશન નજીકના ગ્રાઉન્ડમાં યોજાતો લોકમેળો ખુબજ પ્રસિદ્ધ હતો.

મેળાથી રોજગાર મેળવનારાઓને ફટકો

સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલીકાઓ એક થયા પછીની આ પહેલી જન્માષ્ટમી હશે તયારે સુરેન્દ્રનગર-વઢવા સંયુકત નગરપાલીકા દ્વારા સુરેન્દ્રનગર કે વઢવાણમાં લોકમેળા યોજાશે નહી આ ઉપરાંત શ્રાવણ માસમાં વિવિધ ધાર્મીક જગ્યાઓ ઉપર પણ લોકમેળા યોજાતા હતા. ધ્રાંગધ્રા નો લોકમેળો પણ માણવા લાયક હોય છે પરંતુ આ વર્ષે આ એકપણ લોકમેળાઓ યોજાશે નહી લોકમેળાઓ ની સાથે વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો પણ બંધ રહેશે.

ગત વર્ષ પણ મેળો યોજાયો ન હોતો તેથી આ વર્ષે પણ તરણેતરનો મેળો યોજાશે નહીં. લોકમેળાઓમાં નાના-નાના ધંધાર્થીઓ પાણીના પાઉચથી લઈને રમકડા અને નાસ્તાથી લઈને ભોજન સુધીનો વેપાર ધંધો કરી રોજગારી મેળવતા હતા તેમને આ વર્ષે પણ ફટકો પડશે કોરોનાની ભયાનક મહામારીના આ સમયમા સંક્રમણ ન વધે તે માટે સાવચેતી ના ભાગરૂપે લોકમેળા ન યોજાય તે જરૂરી છે કારણ કે, મેળામાં ખુબ મોટી ભીડ થતી હોય છે અને તેથી લોકમેળાઓ ન યોજવાનો નિર્ણય આવકારદાયક છે પરંતુ સરકારી કાર્યક્રમો રાજકીય પક્ષોના કાર્યક્રમોમા પણ ભીડ થતી હોવાના દ્રશ્યોે અવારનવાર જોવા મળે છે તે પણ બંધ થવુ જોઈએ સરકારી ગાઈડલાઈનનું પાલન માત્ર પબ્લીકે જ કરવાનું હોય તેમ નહી દરેકે પાલન કરવુ જોઈએ તો જ કોરોનાને દેશવટો આપી શકાશે તેમ નથી લાગતુ?

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!