GSTV

રાષ્ટ્રવાદ જેવા શબ્દમાં ‘નાઝી’ અને ‘હિટલર’ના શબ્દની ઝલક દેખાય છે

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રવાદને લઈ મોટુ નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે, રાષ્ટ્રવાદ જેવા શબ્દમાં નાઝી અને હિટલરના શબ્દની ઝલક દેખાય છે. ઝારખંડની રાજધાની રાંચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, RSSનો વિસ્તાર દેશ માટે છે કારણ કે અમારું લક્ષ્ય વિશ્વગુરૂ બનવાનું છે.

રાષ્ટ્રવાદ શબ્દનો ઉપયોગ કરતાં બચો

RSSના પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રવાદ જેવા શબ્દ પર ભાર મુકતા કહ્યું હતું કે, રાષ્ટ્રવાદ જેવા શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ. કારણ કે તેનો અર્થ નાઝી અથવા તો હિટરલ સાથે સાંકળી શકાય છે. એવામાં રાષ્ટ્ર અથવા તો રાષ્ટ્રીય જેવા શબ્દોને જ પ્રારંભિક રીતે ઉપયોગમાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે, દુનિયાની સામે આ સમયે ISIS, કટ્ટરપંથ અને જળવાયુ પરિવર્તન જેવા મોટા મુદ્દાઓ સમસ્યા સમાન છે.

દુનિયાની સમસ્યાનું ભારત જ નિરાકરણ લાવી શકે છે

રાંચીથી સંબોધન કરતાં મોહન ભાગવતે કહ્યું કે, વિકસિત દેશો શું કરે છે ? તેઓ પોતાના વેપારને દરેક દેશમાં ફેલાવે છે. જેના થકી તેઓ પોતાની શરતને મનાવવા ઈચ્છે છે. RSS પ્રમુખે કહ્યું કે, દુનિયા સામે જે મોટી સમસ્યા છે તેનું માત્ર ભારત જ નિરાકરણ લાવી શકે છે. એવામાં હિન્દુસ્તાને વિશ્વનું નેતૃત્વ કરવાનું વિચારવું જોઈએ. દેશની એકતા જ અસલી તાકાત છે. તેનો આધાર અલગ હોય શકે છે પણ તેનો હેતુ એક જ છે.

RSS હિન્દુત્વના એજન્ડા પર કાયમ રહેશે

હિન્દુત્વ વિશે મહત્વનું નિવેદન આપતા સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, આ એક એવો શબ્દ છે જે ભારત દુનિયાની સામે સાચી રીતે રજૂ કરી શકે છે. ભલે દેશમાં ઘણા ધર્મ છે. પણ દરેક વ્યક્તિ એક શબ્દ હિન્દુ સાથે જ જોડાયેલો છે. આ શબ્દ દેશના કલ્ચરને દુનિયાની સામે દર્શાવે છે. વધુમાં તેમણે કહ્યું કે, સંઘ દેશમાં વિસ્તારની સાથે સાથે હિન્દુત્વના એજન્ડા પર આગળ વધતો રહેશે, જે દેશને જોડવાનું કામ કરશે. સંઘ પ્રમુખે એ પણ ઉમેર્યું કે, આપણે સૌ લોકોએ માનવતાની સાથે જીવવાનું શીખવું પડશે. આ માટે દેશને પ્રેમ કરવો જરૂરી છે. સંઘમાં અમે અમારા કાર્યકર્તાઓને આ અંગે જ જ્ઞાન આપીએ છીએ.

READ ALSO

Related posts

વિપક્ષી નેતાઓએ ટ્રમ્પ પર સાધ્યુ નિશાન, કોરોનાને નાથવામાં નિષ્ફળ રહેતા ભારતને ખોટી ધમકી આપી રહ્યા છે

Ankita Trada

મધ્યપ્રદેશના ભોપાલમાં પોલીસકર્મીઓ પર ચાકુથી હુમલો, 5 લોકોને ગિરફ્તાર કરાયા

Nilesh Jethva

ગરમીમાં કોરોના ખતમ થઈ જશે તે વાતમાં કેટલું તથ્ય છે ? જાણો સૌથી ગરમ વિસ્તારમાં શું છે સ્થિતી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!