વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે આ શિવ મંદિર, આ ટેકનિકથી બનાવ્યું છે મંદિર

આમ તો આખી દુનિયામાં ભગવાન શિવજીનાઅલગ-અલગ મંદિર બનાવવામાં આવ્યા છે, પરંતુ આ મંદિર એટલુ ખાસ છે કે વિજ્ઞાન પણ તેની સામેટક્કર લઈ શકતુ નથી. આજે અમે તમને એક એવા શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જેવાસ્તુકલાનો અદ્ભૂત નમૂનો છે. સાતમી સદીમાં બનાવેલાં આ શિવ મંદિરને લઈને પુરાત્તવવિદઆ વાત પર અચંબિત છે કે તે જમાનામાં આ પ્રકારનું આર્કિટેક્ટ કેવી રીતે બનાવ્યું,જ્યારે તે સમયે આવી કોઈ ટેકનિક આવી ન હતી.

મહારાષ્ટ્રના ઔરંગાબાદની 34ઈલોરાની ગુફાઓમાંથી આ સૌથી અદ્ભૂત કૈલાશ મંદિર છે. કોઈ પણ મંદિર અથવા ભવનને બનાવતાસમયે પત્થરોના ટુકડાને એકની પર એક એમ કરીને બનાવવામાં આવે છે, પરંતુ આ કૈલાશમંદિરને એકદમ અનોખી રીતે બનાવવામાં આવ્યું છે. જેની ખાસિયત છે કે આ મંદિરને જમીનથીનીચેની તરફ બનાવવામાં આવ્યું છે, જ્યારે આજકાલ ઈમારતોનું નિર્માણ નીચેથી ઉપર તરફબનાવવામાં આવે છે.

પત્થરોને કાપી-કાપીને ખોખલાકરીને મંદિર, સ્તંભો, દ્વાર અને કોતરણી કામ કરવામાં આવ્યું છે. શું અદ્ભુત ડિઝાઈનઅને પ્લાનિંગ કરી હશે. જો વરસાદ પડવાથી આ મંદિરમાં પાણી ભરાઈ જાય તો તેને મંદિરનીબહાર નિકાળવા માટે પણ સિસ્ટમ બનાવવામાં આવી છે. પાણીને બહાર કાઢવા માટે નાળી,મંદિર ટાવર અને પુલ, સુંદર ડિઝાઈન સાથે બનાવેલું સુંદર ટેરેસ, બારાકાઈથી બનાવેલીસીડીઓ, ગુપ્ત અંડરગ્રાઉન્ડ રસ્તા વગેરે પત્થરને કાપીને બનાવવું સામાન્ય વાત નથી.

મૉર્ડન એન્જિનિયરનું માનવુ છે કેહાલના સમયમાં વાસ્તુકલાથી આવા અદ્ભૂત મંદિરને બનાવવામાં વર્ષો નહીં, પરંતુ સદીઓલાગી જાય. જ્યારે પ્રાચીન કાળમાં આ મંદિરને બનાવવા માટે 18 વર્ષ લાગ્યા હતાં. જેનીપાછળનો તર્ક છે કે આ પ્રકારની ટેકનોલોજી ભારતમાં કોઈ જગ્યાએ ઉપલબ્ધ નથી.

મનાઈ રહ્યું છે કે કૈલાશ મંદિરરાષ્ટ્રકુલ રાજા કૃષ્ણ પ્રથમે (756-773ઈ.) દરમ્યાન બનાવવામાં આવ્યું હતું.મંદિરમાં વધારાની આ વાસ્તુકલાને બનાવવાનો ઉદ્દેશ્ય, બનાવવાની ટેકનોલોજી, બનાવનારનુંનામ જેવી કોઈ પણ માહિતિ ઉપલબ્ધ નથી. મંદિરની દીવાલો પર શિલાલેખ પણ ખૂબ જૂના થઈ ગયાછે અને શિલાલેખ પર લખેલી ભાષાને કોઈ વાંચી શકતુ નથી, તેવી સ્થિતિમાં છે. કહેવાય છેકે આ મંદિરને હિમાલયના કૈલાશનું રૂપ આપવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો છે, તેથી આમંદિરને કૈલાસ મંદિર પણ કહેવામાં આવે છે.

લગભગ 40 હજાર ટન વજનવાળા ખડકને કાપીને 90 ફૂટ ઉંચુ મંદિર બનાવવામાં આવ્યું. આમંદિરની સામે નંદી બિરાજમાન છે અને તેની બંને તરફ વિશાળકાય હાથી અને સ્તંભ છે.સાથે જ તેમાં ઈંટ અને પત્થરોને એક પણ ખડકને કાપ્યા વિના બનાવવામાં આવ્યું છે.વિશ્વભરના વૈજ્ઞાનિક આ મંદિરના રહસ્યનો ઉકેલ લાવી શક્યા નથી. જેના પરથી અહેસાસ થાયછે કે આપણા પૂર્વજ વાસ્તુકલાના કેટલા મોટા જાણકાર હતા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter