GSTV
Home » News » ખારા કે ગંદા પાણીને પળમાં શુદ્ધ કરી આપતી અદભુત બસ, આ શહેરમાં આવી છે

ખારા કે ગંદા પાણીને પળમાં શુદ્ધ કરી આપતી અદભુત બસ, આ શહેરમાં આવી છે

અશુદ્ધ, ખારા પાણીને પીવાલાયક શુધ્ધ પાણીમાં રૂપાંતરીત કરવાની ટેકનોલોજી વિશ્વકક્ષાએ યુએસએ, જાપાન, ચાઈના અને ભારતમાં ગુજરાતના ભાવનગરમાં આવેલી રાષ્ટ્રીય કક્ષાની વિજ્ઞાન સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ્સ રિસર્ચ ઇન્સ્ટીટયુટ – CSMCRI પાસે ટેકનોલોજી છે.

તેના આધારે એક એવી હરતી-ફરતી આદભૂત જળ શુદ્ધિકરણ બસ બનાવી છે કે, જે રોજ 50 હજાર લિટર કોઈ પણ પ્રકારનું ગંદુ કે ખારું પાણી શુદ્ધ કરીને પિવા લાયક બનાવી દે છે. જેમા આરઓ, ઈડી અને યૂએફ જેવા પાણીને શુદ્ધ કરનારા એકમો બસમાં રાખવામાં આવ્યા છે. આ એકમને ચલાવવા માટે જરૂરી વીજળી બસના એન્જીનથી જ પ્રાપ્ત થઈ જાય છે. રિવર્સ ઓસ્મોસિસ (આરઓ), નેનોફિલ્ટ્રેશન (એનએફ) અને અલ્ટ્રાફિલ્ટ્રેશન (યુએફ) જેવા વિભાજન પ્રક્રિયાઓ સુરક્ષિત પીવાનું પાણી ઉત્પન્ન કરવા માટે અસરકારક ઉકેલ છે. પાણીમાં રહેલા કઠિનતા, રોગકારક, દૂષણ, આર્સેનિક, ફ્લોરાઇડ, જંતુનાશક પદાર્થો,  રોગાણુ વગેરે જેવા હાનિકારક તત્વોને દૂર કરવામાં આવે છે. જે બસમાં વાપરવામાં આવ્યા છે. 2000 થી 7000 પીપીએમ પાણીને 500 પી.પી.એમ.થી ઓછી ટીડીએસ ધરાવતા સલામત અને સ્વચ્છ પીવાના પાણીનું ઉત્પાદન કરે છે. 

આલિયા વાવાઝોડા, હિમાલયી સુનામી, લાતૂરનો દુકાળ, ચેન્નાઈ, કેરળમાં પૂર જેવી દુર્ભાગ્યપૂર્ણ પ્રાકૃતિક આપત્તિઓ દરમિયાન સંબંધિત રાજ્યોમાં પહોંચી સફળતાપૂર્વક સુરક્ષિત પેયજળ પુરું પાડવા માટે મદદરૂપ થઈ છે.  ભારતમાં અનેક કંપનીઓ અશુધ્ધ પાણીમાંથી શુધ્ધ પાણીના RO પ્લાન્ટ બનાવતી હોવાના દાવા કરે છે. પરંતુ તેમા યુ.એસ.એ.કે જાપાનની ટેકનોલોજી હોય છે. જ્યારે સમગ્ર ભારતમાં એક માત્ર ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ સંસ્થા કોમર્શિયલ રીતે રાહતદરે આરઓ પ્લાન્ટ બનાવી રહી છે. સેન્ટ્રલ સોલ્ટે ખારા કે ભાંભરા પાણીમાંથી ઉતમ પીવાલાયક પાણી બની શકે તેવી વિશ્વસ્તરીય ટેકનોલોજી વિકસાવી છે.

જેમાં પુનાની યુનિક ફલેકસ કંપનીને ટેકનોલોજી ટ્રાન્સફર કર્યા બાદ ખારા પાણીમાંથી પીવાલાયક પાણી બનાવતા મોડયુલનું ઉત્પાદન કરે છે. અમદાવાદની એકવાટીક ફેસ્કો કંપનીને ટેકનોલોજી આપવામાં આવી છે. કેન્યા, અફઘાનિસ્તાનના રણમાં RO પ્લાન્ટની અમેરિકન ટેકનોલોજી સફળ નહીં રહેતા ભારતની સેન્ટ્રલ સોલ્ટના પ્લાન્ટની માંગ છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં 150 પ્લાન્ટ બનાવી આપ્યા છે. જે ટેકનોલોજી બસમાં રાખવામાં આવી છે. ખારા કે ભાંભરા પાણીને પીવાલાયક પાણીને રિવર્સ ઓસ્મોસીસ (RO) પ્લાન્ટ ખરેખર RO પ્લાન્ટ નથી હોતા. અલ્ટ્રા ફિલ્ટ્રેશન મેબ્રેઈન અથવા માઈક્રોફિલ્ટ્રેશન મેબ્રેઈન ટેક્નોલોજી હોય છે. જ્યારે કેમીકલ સંદર્ભિત કંપનીઓમાં નેનોફિલ્ટ્રેશન મેબ્રેઈન (NF) ટેક્નોલોજી વડે પાણી શુદ્ધ કરવામાં આવે છે.

READ ALSO

Related posts

ISROના અધ્યક્ષ સિવાનને અનોખી સિદ્ધિ માટે મળ્યો કલામ પુરસ્કાર, તામિલનાડુ સરકારે કર્યા સન્માનિત

Path Shah

રાજપૂત સમાજની દીકરીઓ ખુલી તલવાર સાથે રાસ રમી શહીદને શ્રધ્ધાજંલી આપી વિશ્વ રેકોર્ડ સ્થાપશે

Nilesh Jethva

CBI એ ઇન્દ્રાણી વિશે પૂર્વ ગૃહ મંત્રીને સવાલ કર્યો તો ચિદમ્બરમે આપ્યો કાંઇક આવો જવાબ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!