GSTV
Ahmedabad Trending ગુજરાત

મહિલાઓએ હાથમાં પોસ્ટરો લઇને પીજી હટાવોની કરી માંગ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીનો વિરોધ થઇ રહ્યો છે. અમદાવાદ કમલનયન એપાર્ટમેન્ટની બહાર પીજી હટાવોના પોસ્ટર લાગ્યા છે. તે સોસાઈટીઓમાં રહેતી મહિલાઓ પણ હાથમાં પોસ્ટરો લઇને પીજી હટાવોની માંગ કરી રહી છે. જે એપાર્ટમેન્ટમાં છોકરીની છેડતી થઈ હતી ત્યાં જ વિરોધ શરૂ થયો છે. પીજી હટાવો સોસાયટી બચાવોના પોસ્ટર લાગ્યા છે. એપાર્ટમેન્ટમાં આવેલા ચાર પીજીમાં 125થી વધુ છોકરીઓ રહેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ત્યારે એ મહત્તવનુ છે કે અમદાવાદના નવરંગપુરામાં PGમાં રહેતી એક કેરટેકર યુવતી સાથે થોડા દિવસ પહેલા છેડતીની ઘટના બની હતી. અડધી રાત્રે એક યુવક યુવતીના રૂમમાં ધુસી આવ્યો હતો. આ યુવકે પીજીના રૂમમાં પ્રવેશ કરીને યુવતીને શારીરિક અડપલાંની સાથે ગંદુ કામ કર્યું હતુ. પોલીસે તપાસ કરીને યુવતીની છેડતી મામલે આરોપીને ઝડપી પાડ્યો હતો. આ આરોપીનું નામ ભાવીન શાહ હોવાનું અને આરોપી ફુડ ડિલિવરીમાં કામ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતુ. આરોપી મૂળ દહેગામનો છે અને અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ.

READ ALSO

Related posts

આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી

Nakulsinh Gohil

અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું

Nakulsinh Gohil

VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ

GSTV Web Desk
GSTV