GSTV

મહિલા ડાકણ હોવાની શંકાએ કાપી નાખ્યું માથું, આ લોકોમાં હજુ છે આટલી અંધશ્રદ્ધા

આજના આધુનિક યુગમાં અંધશ્રદ્ધાને કારણે ઘણીવાર નિર્દોષોનો ભોગ લેવામાં આવે છે. આવી જ એક ઘટના છોટાઉદ્દેપુરમાં બની છે. અહીં એક મહિલાની ડાકણ હોવાની શંકાએ હત્યા કરવામાં આવી છે. મળતી વિગત પ્રમાણે છોટાઉદ્દેપુર તાલુકાના ભોરદા ગામે એક મહિલાને ડાકણ વળગી હોવાની શંકાને આધારે મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

હત્યા કરાયેલી મહિલાનું માથું ધડથી કાપી નાખવામાં આવ્યું હતું. બાદમાં માથું જમીનમાં દાટી દેવામાં આવ્યું હતું. હત્યાના ગણતરીના કલાકોમાં જ પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી. જેમાં સૌપ્રથમ એક શકમંદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ તેની આગવી ઢબે પૂછપરછ કરાતાં તેણે સમગ્ર બનાવની હકીકત આપી હતી. ત્યારે આ મામલે પોલીસે આરોપી શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

જો હજી વધુ કેસો સામે આવશે તો અમદાવાદના બોડકદેવ વિસ્તારને ક્લસ્ટર ઝોનમાં મૂકી દેવામાં આવશે

Pravin Makwana

કોરોનાનું હૉટસ્પોટ બનતા અમદાવાદમાં નહેરુબ્રીજ કરાયો બંધ, કાલુપુર શાકમાર્કેટ પણ રહેશે બંધ

Pravin Makwana

અમદાવાદના આ 8 વિસ્તારમાં છે કોરોનાની દહેશત, જોખમ વધતા ડ્રોનથી દંવનો છંટકાવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!