અરે..બાપ રે..મહિલા સરપંચનો પિત્તો ગયો અને તલાટીને તમાચો પડતો રહી ગયો

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં નાડીદા ગ્રામ પંચાયતની બેઠક મળી હતી. જેમાં હિસાબોની ચર્ચા ઉગ્ર બનતાં સરપંચે તલાટી પર હાથ ઉગામી દીધો. અને ચોપડા પછાડીને રોષ ઠાલવ્યો. સભ્યોના સવાલો અને આક્ષેપોથી સરપંચ તો એવા ગુસ્સે ભરાયા કે તેમણે પિત્તો ગુમાવ્યો. અને બાજુમાં બેઠેલા તલાટી પર હાથ ઉગામી દીધો. તલાટી સરપંચને છેલ્લા બે વર્ષથી હિસાબ આપતા ન હોવાથી બોલાચાલી ઉગ્ર બની હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter