GSTV
Home » News » મહિલા પ્રવાસીએ કહ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ-3612માં બોમ્બ છે, મચી ગઈ અફડા-તફડી

મહિલા પ્રવાસીએ કહ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ-3612માં બોમ્બ છે, મચી ગઈ અફડા-તફડી

ઈન્ડિગોની એક ફ્લાઈટને ટેક-ઓફ પહેલા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દહેશત ફેલાઈ હતી. ઈન્ડિગોની મુંબઈથી દિલ્હી થઈને લખનૌ જનારી ફ્લાઈટમાં બોમ્બ મૂકાયો હોવાની ધમકી મળી હતી. ધમકી બાદ ફ્લાઈટને રોકવામાં આ હતી. સૂત્રો મુજબ બીટીએસી દ્વારા આ ધમકીને ગંભીરતાથી લેવામાં આવી અને બાદમાં વિમાનને એક ખાલી સ્થાનમાં લઈ જવામાં આવ્યું હતું. બાદમાં સુરક્ષા એજન્સીઓએ વિમાનને સુરક્ષિત ઘોષિત કર્યું હતું.

આ વિમાન સવારે છ વાગ્યે અને પાંચ મિનિટે ટેકઓફ કરવાનું હતું. એરપોર્ટના સૂત્રનું કહેવું હતું કે ગો એર ફ્લાઈટ જી-8–329થી દિલ્હી જઈ રહેલી એક મહિલા પ્રવાસીએ ટી-વન પર ઈન્ડિગોના ચેક ઈન કાઉન્ટર પર જણાવ્યું હતું કે ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ-3612માં બોમ્બ છે. સૂત્ર મુજબ મહિલા પ્રવાસીએ કેટલીક તસવીરો પણ દર્શાવી અને દાવો કર્યો હતો કે આ રાષ્ટ્ર માટે ખતરો છે. બાદમાં સીઆઈએસએફના કર્મચારી તેને પૂછપરછ માટે એરપોર્ટના પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. સૂત્રનું કહેવું છે કે સીઆઈએસએફના સહાયક કમાન્ડરના કાર્યાલયમાં બીટીએસીની બેઠક બોલાવવામાં આવી અને તેમા ધમકીને વિશિષ્ટ ગણાવવામાં આવી હતી.

Related posts

બોલિવૂડનું ક્યૂટ કપલ ગણાતું સારા અને કાર્તિક આર્યન શા કારણે થઈ ગયાં અલગ…?

Dharika Jansari

વર્ષો પહેલા થયેલી આ એક ભુલના કારણે અમિતાભને આજે પણ પડી રહી છે મુશ્કેલી, જાણીને ચોંકી ઉઠશો

Arohi

માઈકની સાઈઝ નાની પડતા વાઘાણી બોલ્યા, ‘નીતિનભાઈનું કદ નાનું પણ વહિવટ મોટા છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!