GSTV

બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ કૌભાંડમાં નવો ફણગો ફૂટ્યો

ભ્રષ્ટ્રાચારથી ખદબદતી અમદાવાદની વસ્ત્રાલ આરટીઓમાં જાહેર રજાના દિવસે ૧૨૦ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કેસમાં નવો ફણગો ફૂટયો છે, જેમાં મહિલા આરટીઓ કર્મચારીએ જ એજન્ટને નકલી લાઇસન્સ બનાવવા માટે પાસવર્ડ આપ્યો હતો. આરોપીઓએ પોલેન્ડથી મંગાવેલી પેન ડ્રાઇવથી આરટીઓના ડેટાની ચોરી કરી હતી અને રૃા. ૨૦  હજારમાં ટુ વ્હીલર્સના લાઇસન્સ ધરાવતા લોકોને ફોર વ્હીલરના લાઇસન્સ બનાવી આપ્યા હતા.

 વસ્ત્રાલ આરટીઓ સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે નોકરી કરતા પ્રિતેશકુમાર સોલંકીએ ત્રણ મહિના અગાઉ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે તા. ૨૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ જાહેર રજાના દિવસે ૧૨૦ ગેર કાયદે એન્ટ્રી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં પોલીસે આઇપી લોગનુ એનાલીસીસ કરીને તપાસ હાથ ધરી હતી. જેમાં લાઇસન્સ ધારક પાસેથી એજન્ટોની વિગતો મેળવી હતીઅને ેપોલીસે અમદાવાદમાં ઇસનપુર વટવામાં રહેતા અને ન્યુ હાઇવે ડ્રાઇવિંગ સ્કૂલ ધરાવતા જીગ્નેેેશ હરેશભાઇ મોદી અને જામનગરના ગૌરવ પ્રભુલાલ સાપોવાડીયા તથા રાજકોટના સંદીપ દામજી મારકણા તેમજ ઠક્કરબાપાનગરમાં રહેતા અને નિકોલ- નરોડા રોડ પર ઓમ ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતા સંકેત મનસુખભાઇ રફાલીયાની ધરપકડ કરી હતી.

સાઇબર  ક્રાઇમના પીઆઇ, વી.બી.બારડના જણાવ્યા મુજબ આરોપીઓની પુછપરછમાં વસ્ત્રાલમાં ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીના કર્મચારી કિરણસિંહ રાઠોડની તથા વસ્ત્રાલ આરટીઓમાં નોકરી જુનીયર ક્લાર્ક તરીકે નોકરી કરતા તેમજ કમ્પ્યુટર ડેડાની સંપૂર્ણ જવાબદારી સંભાળતા ગાંધીનગર સેકટર-૪માં રહેતા દિપ્તીબેહન.વી. સોલંકીની સંડોવણી બહાર આવી હતી. આ મહિલા કર્મચારીએ  ગેરકાયદેસર બેકલોગએન્ટ્ર્ીઓ કરવા તથા લાઇસન્સ એપૃવલ કરવા માટે આરોપી જીગ્નેશ મોદીને આઇડી પાસવર્ડ આપ્યા હતા. જેના આધારે આ કૌભાંડમાં સામે રામોલ મહાદેવનગર ખાતે રહેતા જીતુભાઇ.એન.પટેલ અને નિકોલમાં રામેશ્વર ડ્રાઇવિંગ  સ્કૂલ ધરાવાતા અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા ચિરાગ ઠાકોરભાઇ પટેલની ધરપકડ કરી હતી.

આ  પ્રકરણમાં જામનગરના ગૌરવ સપોવાડીયાએ પોલેન્ડથી ઓન લાઇન પેન ડ્રાઇવ મંગાવી હતી આ પેન ડ્રાઇવની મદદથી જીગ્નેશ મોદીએ વસ્ત્રાલ આરટીઓના કર્મચારી, અધિકારીઓની સંઠગાંઠથી કમ્પ્યુટરમાં લગાડીને પાસવર્ડ સહીતના ડેટાની ચોરી કરી હતી અને તેના માધ્યમથી બેકલોગની એન્ટ્રી કરી હતી અને ટુ વ્હીલર અને થ્રી વ્હીલર લાઇસન્સ ધરાવતા લોકોને ફોર વ્હીલ સહિતના ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યું કરવામાં આવ્યા હતા, એટલું જ નહી  ધોરણ ૮ નાપાસ લોકોને આવા લાઇસન્સ ઇસ્યું કરી દેવામાં આવ્યા હતા કૌભાડીઓએ અરજદાર પાસેથી આ બોગસ લાઇસન્સના રૃા.૨૦ હજાર સુધી પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે.

Read Also

Related posts

આજના દિવસમાં 10 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાનો આંકડો બન્યો ચિંતાજનક

Pravin Makwana

કોરોના : કેન્દ્ર સરકારે ગુજરાતની આ કંપનીને આપ્યો કરોડો ટેબલેટ બનાવવાનો ઓર્ડર

Nilesh Jethva

મંદીનાં માહોલ વચ્ચે શેર માર્કેટમાં તેજીનો કરન્ટ, આ કારણે ભારતને થયો ફાયદો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!