GSTV
Gujarat Government Advertisement

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ રામ ભરોસે, કેન્સર પીડિત મહીલાની આવી થઈ હાલત

Last Updated on August 23, 2019 by

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સિવિલ હોસ્પિટલમાં તંત્ર રામભરોસે ચાલતું હોય તેમ લાગી રહ્યું છે. આ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે. પરંતુ દર્દીઓને અહી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે. જેમાં કેન્સર પીડિત એક મહીલા સ્ટ્રેચર માટે ત્રણ કલાક રઝળતી રહી પરંતુ તેની મદદે કોઈ આવ્યું નહિ. જ્યાં સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી ફરી એક વખત પ્રકાશમાં આવી છે.

સુરતના મજુરાગેટ પર આવેલી નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે છે. અહી રોજના હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. પરંતુ આ હોસ્પિટલ હમેશા કોઈને કોઈ વાતને લઈને વિવાદમાં રહેતી હોય છે. ક્યારેક ડોક્ટરની બેદકારી સામે આવતી હોય છે તો ક્યારેક સિક્યુરીટી ગાર્ડની બેદરકારી સામે આવતી હોય છે. અલબત દર્દીઓને અહી ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.

સુરતની નવી સિવિલ હોસ્પીટલમાં એક કેન્સર પીડિત મહિલાને સ્ટ્રેચર નહિ મળતા ૩ કલાકથી વધુ સમયથી તે રઝળતી રહી હતી. જી હા વાત સાંભળીને રુંવાટા ઉભા થઇ જાય છે, પરંતુ આ હક્કિત છે. આ એક જ કિસ્સો નથી વેસુ સ્થિત રહેતા રાજેન્દ્ર પ્રસાદ શર્માની માતાને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં વ્હીલચેર માટે તેઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ માત્ર ધક્કા જ ખાવા પડયા હતા. હોસ્પિટલનું તંત્ર માત્ર એક બીજાને ખો જ આપી રહ્યું હતું.

બીજા બનાવમાં સુરતના વરાછા ખાતે રહેતા અલ્કાબેનની માતાને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પરંતુ તેઓ ચાલી નહિ શકતા સ્ટ્રેચર અને વ્હીલચેરની માગણી કરવામાં આવી હતી. પરંતુ તેઓને પણ ધક્કા જ ખવડાવામાં આવ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt

રાજ્યમાં આજ રોજ ફરી કોરોનાના કેસમાં વધારો, છેલ્લાં 24 કલાકમાં જ સામે આવ્યાં 11,017 નવા કેસ, જાણો મોતનો આંક કેટલો?

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!