GSTV
Home » News » એસજી હાઇવે પર બસની ટક્કરથી રિક્ષામાં બેઠેલા મહિલા,પુરુષનું મોત

એસજી હાઇવે પર બસની ટક્કરથી રિક્ષામાં બેઠેલા મહિલા,પુરુષનું મોત

અમદાવાદમાં હવે રિક્ષામાં દારુની હેરાફેરી થઇ રહી છે. શનિવારે મધરાતે એસજી હાઇવે પર પૂર ઝડપે જઇ રહેલી રિક્ષા એસટી બસ સાથે ટકરાઇ હતી જેના કારણે થયેલા અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા મહિલા, પુરુષનું મોત થયું હતું.  એક મહિલાને ગંભીર ઇજાઓ થઇ હતી. રિક્ષામાં દારૃના પોટલા હોવાથી અકસ્માતના સ્થળે દારૃની રેલમછેલ થઇ હતી.

એસજી હાઇવે પર વાયએમસીએ ક્લબ નજીક શનિવારે રાત્રે ૧૨.૩૦ વાગે પૂર ઝડપે રિક્ષા આવી રહી હતી ચાર રસ્તા પર વળાંક લેતાની સાથે નરોડા-જુનાગઢ કેશોદ રૃટની એસટી બસ સાથે ટક્કર વાગી હતી જેના કારણે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો, રિક્ષામાં બેઠેલા સંજય સોલંકી અને રેખાબહેનને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે અન્ય એક મહિલાને ગંભીર ઇજાઓ થઇ હતી,

રિક્ષામાં દેશી દારૃના પોટલા હતા જેથી અકસ્માત બાદ રોડ પર દારુની રેલમછેલ થતાં ગંધ મારતી હતી, આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

The Bodyનું ટ્રેલર થયું રિલિઝ, ઈમરાન હાશ્મી અને રૂષિ કપૂરનો છે દમદાર રોલ

pratik shah

ગુજરાત કોંગ્રેસ : ઘણા નેતાઓના મનની મનમાં રહી જશે, નવા સંગઠનમાં માત્ર ગણતરીના હશે સભ્યો

Nilesh Jethva

ટેસ્ટમાં 10મી વાર 0 પર આઉટ થયો કોહલી, ભારતીય ધરતી પર ત્રીજી વાર થયું આવું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!