GSTV

પીએમ મોદી મહાન છે, કૃષિ કાયદાઓ પરત ખેંચવાની ઘટના એ ભાજપના કાર્યકરોની હાર

Last Updated on November 23, 2021 by GSTV Web Desk

ભાજપના કદાવર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતીનું કહેવું છે કે, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની પીએમ મોદીની જાહેરાત ઘણા લોકોને દુખી કરી ગઈ છે. તેમણે કહ્યું હંતુ કે, જો આ કાયદાઓનું મહત્વ ખેડૂતો નથી સમજી શક્યા તો તેના માટે આપણે બધા ભાજપના કાર્યકરો પણ જવાબદાર છે કે, આપણે તેનું મહત્વ ખેડૂતોને સમજાવી શક્યા નથી.

ઉમા ભારતીએ કહ્યું હતું કે, ચાર દિવસથી હું ગંગા કિનારે છું. પીએમ મોદીએ નવા કાયદા પાછા ખેંચવાની અચાનક જાહેરાત કરી તેનાથી હું પણ અચંબામાં પડી ગઈ હતી. પીએમ મોદીએ તે વખતે જે કહ્યું તેનાથી ઘણા લોકો દુખી છે. પીએમ મોદી કોઈ પણ સમસ્યાને મૂળથી સમજી શકે છે અને જે સમસ્યાના મૂળને સમજી શકે છે તે તેનું સમાધાન પણ કરી શકે છે. ભારતના લોકો અને પીએમ મોદી વચ્ચે જે સમન્વય છે તે લોકશાહીના ઈતિહાસમાં અભૂતપૂર્વ કહેવાય તેવો છે.

તેમણે કહ્યું હતું કે, કૃષિ કાયદા સામે વિપક્ષના દુષ્પ્રચારનો સામનો આપણે નથી કરી શક્યા અને તે કારણે જ મને બહુ દુખ થઈ રહ્યું છે. પીએમ મોદીએ ત્રણે કાયદા પાછા ખેંચીને પોતાની મહાનતા દર્શાવી છે. આપણા દેશના તે અનોખા નેતા છે અને તે યુગો-યુગો સુધી જિવંત રહે તેવી મારી પ્રાર્થના છે.

ઉમા ભારતીએ કહ્યું હતું કે, આજ સુધી કોઈ પણ સરકારી પ્રયાસથી ખેડૂતોને સંતોષ થયો નથી. હું પોતે કિસાન પરિવારમાંથી છું અને મારા બે ભાઈઓ પણ ખેતી કરે છે. મારા ભાઈ કહે છે કે, ખેડૂત ક્યારેય ધનિક નથી બની શકતા. મને જે સમજણ પડે છે તે એ છે કે, ખેડૂતોને સુખી કરવા માટે તેમને સમય પર બિયારણ, ખાતર અને વીજળી મળવી જોઈએ તેમજ પોતાની મરજી પ્રમાણે ઉપજ વેચવાનો અધિકાર મળવો જોઈએ.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!