GSTV
Home » News » વિંગ કમાન્ડર અભિનંદને એર ચીફ માર્શલ સાથે પઠાણકોટમાં વિમાન ઉડાવ્યું

વિંગ કમાન્ડર અભિનંદને એર ચીફ માર્શલ સાથે પઠાણકોટમાં વિમાન ઉડાવ્યું

વિંગ કમાન્ડર અભિનંદે પઠાણકોટમાં મિગ 21 જેટ ઉડાવ્યું હતું, અભિનંદનની સાથે વિમાનમાં એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ પણ સવાર હતા. ગત 27મી ફેબુ્રઆરીએ સરહદ પર પાકિસ્તાનના વિમાનોને ભારતમાં ઘુસતા રોકવામાં અભિનંદને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. જોકે આ ઓપરેશન દરમિયાન તેઓ ઘવાયા હતા અને પાકિસ્તાની સૈન્યએ તેમને પકડી લીધા હતા, બાદમાં ભારતના દબાણને પગલે તેને છોડી મુકવામાં આવ્યા હતા. 

અભિનંદનની સામાન્ય સારવાર પણ થઇ હતી, જે પૂર્ણ થઇ જતા હવે તેઓ ફરી યુદ્ધ વિમાન ઉડાવવા માટે તૈયાર છે. જોકે આ માટે અભિનંદનને છ મહિનાનો સમય લાગી ગયો હતો. અભિનંદન સાથે વિમાન ઉડાવવાનો આનંદ લીધા બાદ એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ કહ્યું હતું કે અભિનંદનની સાથે વિમાન ઉડાવવુ મારા માટે ગૌરવની વાત કહેવાય.

અભિનંદનને ફરી વિમાન ઉડાવવામાં છ મહિનાનો સમય લાગ્યો હતો, હું પણ 1988માં આવા જ પ્રકારની પરિસિૃથતિમાંથી પસાર થયો હતો અને મને પણ ફરી વિમાન ઉડાવવામાં નવ મહિનાનો સમય લાગ્યો હતો.

એર ચીફ માર્શલે સાથે એમ પણ કહ્યંુ હતું કે અભિનંદનને આ પ્રકારની પરિસિૃથતિમાંથી પસાર થયા બાદ પણ માત્ર છ મહિના જ લાગ્યા ફરી વિમાન ઉડાવવામાં એ સારી બાબત છે. પુલવામા હુમલો થયો તે બાદ ભારતે બાલાકોટમાં જઇને હવાઇ હુમલો કર્યો હતો.

આ હવાઇ હુમલા બાદ પાકિસ્તાને બદલો લેવા માટે ભારતીય સરહદ પાર કરીને હવાઇ હુમલાનો પ્રયાસ કર્યો હતો પણ તેને સફળતા નહોતી મળી કેમ કે અભિનંદન જેવા કમાન્ડર સરહદે તૈનાત હતા, દરમિયાન જ્યારે પાક.ના વિમાન ભારતમાં ઘુસ્યા ત્યારે તેને ભગાડવા માટે ભારતીય વિમાનોએ પણ ઉડાન ભરી હતી,

આવા જ એક વિમાનમાં અભિનંદન પણ હતા, જેમણે પાક. વિમાનને ભગાડયું પણ સાથે તેઓનું વિમાન પણ પાક. સરહદમા તુટી પડતા તેમને બાદમાં પાક. સૈન્યએ પકડી લીધા હતા. જોકે આ આખી પ્રક્રિયામાં અભિનંદનને કેટલીક ઇજાઓ પણ પહોંચી હતી, ભારતના દબાણને પગલે બાદમાં અભિનંદનને આદર સાથે પાક. સૈન્ય સરહદે પરત છોડવા આવ્યું હતું.

Read Also

Related posts

પશ્ચિમ બંગાળમાં હિંસક દેખાવો યથાવત – પાંચ ખાલી ટ્રેનો સળગાવાઈ

Mayur

રાહુલ ગાંધી હજાર જન્મ લે તો પણ સાવરકર બની શકે નહીં : ભાજપ

Mayur

ગ્રાહકો પર પડ્યો મોંઘા દૂધનો માર, અમૂલ, મધર ડેરીએ વધારી કિંમત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!