GSTV
Home » News » 140 થી 170ની સ્પીડે પવન ફૂંકાશે, 10 ઈંચથી વધુ વરસાદની સંભાવના

140 થી 170ની સ્પીડે પવન ફૂંકાશે, 10 ઈંચથી વધુ વરસાદની સંભાવના

અરબ સાગરમાંથી આગળ વધી રહેલા વાયુ વાવાઝોડાને લઈને ગુજરાત માટે હજુ ભયજનક સ્થિતિ છે. વાયુ વાવાઝોડાએ દિશા બદલી છે. પરંતુ અતિભારે વરસાદનો ખતરો યથાવત છે. રાજ્યમાં આગામી 48 કલાક વાવાઝોડાને લઈને એલર્ટ યથાવત છે. 26 જિલ્લામાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, કચ્છમાં દસ ઇંચ થી વધુ વરસાદ પડી શકે છે. વાવાઝોડાને લઈને હજુ રાજ્યમાં એક પણ વ્યક્તિનું મોત ન થયાનો સરકારે દાવો કરી રહી છે.

સૌરાષ્ટ્ર માટે ભયજનક

ખાનગી ક્લાઈમેટ એજન્સીઓ ભલે વાયુ વાવાઝોડુ ઓમાન તરફ આગળ વધી રરહ્યાનો દાવો કરે પરંતુ વાવાઝોડાની અસર હજુ સૌરાષ્ટ્ર માટે ભયજનક છે. આ વાવાઝોડુ બપોરના સમયે સૌરાષ્ટ્રના દરિયા કિનારાની આસપાસ પસાર થશે. ત્યારે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ભારે પવન અને ભારેથી અતિભારે વરસાદ વરસશે. પ્રતિ કલાક 140થી 170 કિલોમીટરની ઝડપે દરિયા કાંઠે પવન ફૂંકાશે. વાયુનું 900 કિલોમીટરનો વ્યાપ છે. જેથી તે ગુજરાતને ચોકક્સ અસર થવાની છે. અને તે વેરી સિવિયર સ્વરૂપે હોવાના કારણે તેની અસર જોવા મળશે.

READ ALSO

Related posts

ભારતની સલામતી સાથે કોઈ સમાધાન નહીં કરાય : અમિત શાહ

Mayur

મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ મોઇન કુરૈશીનો કિલ્લો અને ફાર્મ હાઉસ ટાંચમાં લીધા

Mayur

કોંગ્રેસ નેતા શિવકુમાર 1લી ઓક્ટો. સુધી ન્યાયિક અટકાયતમાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!