GSTV
Home » News » દરિયો તોફાની, ગુજરાતના આ જિલ્લામાં 83 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન

દરિયો તોફાની, ગુજરાતના આ જિલ્લામાં 83 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન

વાયુ વાવાઝોડાના કારણે છેલ્લા 24 કલાકથી સૌરાષ્ટ્રના દરિયા કિનારે તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ બપોરે દોઢ વાગ્યે પોરબંદરમાં સૌથી ઝડપી પવન નોંધાયો. આ સમયગાળમાં પોરબંદરમાં પ્રતિ કલાક 83 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.

હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે કે આગામી 4 કલાક સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ગતિમાં તિવ્ર વધારો જોવા મળશે. કેટલાક સ્થળો પવનની ગતિ વધીને પ્રતિ કલાક 120થી 130 કિલોમીટર સુધી પહોંચી જશે. જ્યારેકે આંચકા સાથે આ ઝડપ 145 કિલોમીટર પ્રતિકલાક સુધી રહી શકે છે.

ખાસ કરીને દિવ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવનની ગતિ વધુ રહેશે. આગામી 24 કલાકમાં વાયુ વાવાઝોડું ઉત્તર–પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રમાં આગળ વધશે. જો કે સંભાવના છે કે આગળ જઇને વાવાઝોડું નબળું પડી શકે છે. પરંતુ આગામી 24 કલાક સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર ખતરો યથાવત છે.

READ ALSO

Related posts

VIDEO : રાષ્ટ્રગાન ગાતા સમયે એન્જેલા માર્કેલને ધૂણવા લાગી, વીડિયો થયો વાઈરલ

Path Shah

સિંગની ચીકી ઉત્તરાયણ પણ બનાવી હશે આજે ટ્રાય કરો સરસ પોપકોર્ન ચીકી

Dharika Jansari

VIDEO : કરન જોહરની નવી ફિલ્મનું ટીઝર રિવીલ, આ એક્ટ્રેસની હોટનેસ અને ન્યૂડ વીડિયો માત્ર એકલામાં જોજો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!