GSTV

અવળી ગંગા / પત્નીએ પતિને કહ્યું, મારી સાથે તમારે રહેવું હોય તો પહેલા અડધા ખોખાનો બંદોબસ્ત કરો

પતિ

Last Updated on June 18, 2021 by Bansari

પતિ અને સાસરીયા દહેજ માટે વહુને ત્રાસ આપતા હોય છે પરંતુ વરાછા મીનીબજાર વિસ્તારમાં વહુએ સાસુને બેથી ત્રણ તમાચા ઝીંકી દઇ તમારે ઘરમાં રહેવું હોય તો મારા પિતાજીને ૫૦ લાખ આપવા પડશે એમ કહી હોબાળો મચાવતા મામલો વરાછા પોલીસમાં પહોંચ્યો છે.

પતિ

વરાછા વિસ્તારમાં ઉલ્ટી ગંગા જેવો કિસ્સો

સામાન્ય સંજોગોમાં પતિ અને સાસરીયા વહુને દહેજ માટે ત્રાસ આપતા હોય છે. પરંતુ વરાછા વિસ્તારમાં ઉલ્ટી ગંગા જેવો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. વરાછા-મીનીબજારની અંકુર ચોકડી સ્થિત વિષ્ણુ નગર સોસાયટીમાં રહેતા હીરા વેપારી કાળુભાઇ જીવાભાઇ દુધાત (ઉ.વ. ૫૪) ના પુત્ર રોનકના લગ્ન ૨૭ નવેમ્બર ૨૦૨૦ના રોજ કિરણ લાઠીયા (રહે. ૬૮, પ્રમુખપાર્ક સોસાયટી, મોટા વરાછા) ની પુત્રી શ્વેતા સાથે થયા હતા. લગ્ન બાદ શ્વેતાની જીદના કારણે રોનક ફેબ્આરી ૨૦૨૧માં મુંબઇ ફરવા ગયા હતા. જયાં શ્વેતાના પિતા કિરણ લાઠીયા પહોંચી ગયા હતા અને કાળુભાઇને ફોન કરીને કહ્યું હતું કે હું મારી દીકરી શ્વેતાને સાથે લઇ જાઉં છું, રોનક સાથે છુટાછેડા જોઇએ છે. જો કે બંને પરિવારે સમાજના વડીલોની મધ્યસ્થીમાં બેથી ત્રણ વખત મિટીંગ કરી હતી સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શ્વેતાના પિતાએ છુટાછેડા કરવા ૫૦ લાખ રૃપિયાની માંગણી કરી હતી.

પતિ

તમારે ઘરમાં રહેવું હોય તો મારા પિતાજીને ૫૦ લાખ રૃપિયા આપવા પડશે નહીં તો….

જેથી કાળુભાઇ અને તેમના પરિવારે છુટાછેડા ૫૦ લાખ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. દરમિયાનમાં આજે સવારે શ્વેતા તેના સાસરે પહોંચી ગઇ હતી. જયાં તેની સાસુ કાંતાબેન દુધાતને વહુ શ્વેતાએ કહ્યું હતું કે હું મારા ઘરે રહેવા આવેલી છું, તમારે ઘરમાં રહેવું હોય તો મારા પિતાજીને ૫૦ લાખ રૃપિયા આપવા પડશે નહીં તો તમે ઘરમાંથી બહાર નીકળી જાવ એમ કહી ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ શ્વેતાએ સાસુ કાંતાબેનને બે ત્રણ તમાચા મારી દઇ હાથ-પગ તોડાવી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે કાંતાબેને વહુ શ્વેતા વિરૃધ્ધ વરાછા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

Read Also

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!