પત્નીએ કહ્યું પતિ અનુભવી છે એટલે કરે છે મદદ, વડોદરા જિલ્લા પંચાયતમાં વિવાદ

વડોદરા જીલ્લા પંચાયતના વહીવટમાં પ્રમુખના પતિના હસ્તક્ષેપને કારણે વિવાદ સર્જાયો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પન્ના ભટ્ટે તેમના પતિ દિલીપ ભટ્ટ અનુભવી હોવાથી તેમને માર્ગદર્શન આપતા રહે છે. તેમ જણાવ્યું હતું. સાથે જ પ્રમુખ પન્ના ભટ્ટે જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર ન થતો હોવાનો પણ દાવો કર્યો હતો. તેમણે જિલ્લા પંચાયતના કોઇ સભ્યોમાં અસંતોષ ન હોવાનું નિવેદન કરી સમગ્ર મામલે ડીડીઓ પર આક્ષેપ કર્યો હતો.

બીજી તરફ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા કમલેશ પરમારે પ્રમુખ પન્ના ભટ્ટના પતિ દિલીપ ભટ્ટ પોતાના સભ્યો સાથે ગેરવર્તણૂક કરતા હોવાનું જણાવ્યું હતું. મહત્વનું છે કે કોંગ્રેસના કેટલાક સભ્યો હાલ ભાજપના સંપર્કમાં હોવાના અહેવાલોને પગલે રાજકારણ ગરમાયું છે. જિલ્લા પંચાયતમાં કુલ 36 સભ્યો પૈકી 19 સભ્યો કોંગ્રેસના છે. જ્યારે કે ભાજપના 14 સભ્યો છે. અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખની નિમણૂક દરમ્યાન કોંગી સભ્યોએ બળવાખોરી કરી હતી. તેમજ હાલના પ્રમુખ પન્ના ભટ્ટનો વિરોધ કર્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter