દેશની પ્રખ્યાત સાઈકલ બનાવતી કંપની એટલાસનાં ભાગીદારોમાંનાં એક સંજય કપૂરની પત્ની નતાશા કપૂર (57)ની શંકાસ્પદ હાલતમાં મોત થઈ છે. દિલ્હી પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે. પંરતુ રૂમનો દરવાજો ખુલ્લો હોવાને કારણે પોલીસ તેને શંકાસ્પદ માનીને તમામ એન્ગલ પર તપાસ શરૂ કરી દીધી છે.

દેશની રાજધાની દિલ્હીનાં ડો એપીજે અબ્દુલ કલામ માર્ગ સ્થિત બંગલામાં તેમનો મૃતદેહ પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો છે. પોલીસનાં જણાવ્યા અનુસાર પોલીસે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેઓ પોતાની જીંદગીમાં ખુશ નહોતાં. અધિકારીઓનું માનવું છે કે આર્થિક તંગી પણ આત્મહત્યાનું કારણ હોઈ શકે છે. નવી દિલ્હી જીલ્લાનાં તુગલક રોડ પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ આ મામલાની ઝીણંવટ પૂર્વક તપાસ કરી રહ્યા છે. બુધવારે નતાશા કપૂરનું પોસ્ટમોર્ટમ આરએમએલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.


પોસ્ટમોર્ટમ પછી નતાશા કપૂરનો મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો. બુધવારે લોધી રોડ સ્થિત શ્મશાનઘાટમાં નતાશા કપૂરનાં અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે સંજય કપૂરનો પરિવાર દિલ્હીની ઔરંગઝેબ લેન સ્થિત નિવાસ કરે છે.
પંખા સાથે લટકેલી હાલતમાં મળ્યો નતાશા કપૂરનો મૃતદેહ

મંગળવારની બપોરે સંજય કપૂરની પત્નીએ નતાશા કપૂરે લંચ કર્યો નહી ત્યારે પરિવારનાં સભ્યો તેમને શોધવામાં લાગી ગયા હતા. સંજય કપૂરનો દિકરો સિંદ્ધાત કપૂરે ફોન કર્યો માતાને ફોન કર્યો પરંતુ નતાશાએ ફોન પણ ઉપાડ્યો ન હોતો. ત્યાર પછી નતાશા કપૂરનો મૃતદેહ એક રૂમમાં ચૂંદડીનાં ફંદા સાથે પંખા સાથે લટકેલી હાલત મળ્યો હતો. પરિવારજનોએ ચુંદડી કાપીને નતાશાનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો. ત્યાર બાદ ડોક્ટરને બોલાવ્યા હતા. ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા પછી સિંદ્ધાત કપૂરે પોલીસને કોલ કર્યો હતો.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો