GSTV
Life Trending

લગ્ન પહેલા હસ્તમૈથુન કરવાના કારણે પતિ નંપુસક બની ગયો હોવાનું પત્નીને લાગ્યું, પણ વાત તો કંઈક આવી હતી

પ્રશ્ન: માસિક સ્ત્રાવ થતો હોય તે દિવસોમાં સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહી જવાની શક્યતા ખરી?

ઉત્તર: હા, માસિક સ્ત્રાવના દિવસોમાં સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહી જવાની શક્યતા છે. જોકે આવી શક્યતાના ટકા ઘણા જૂજ છે છતાં તેવી શક્યતા નકારી ન શકાય. સમાગમ પછી વીર્યસ્ત્રાવમાં જે વીર્યજંતુઓ ફેંકાયા હોય તે જનન માર્ગમાં, અવયવોમાં આઠ દિવસ સુધી સજીવ ટકી રહેવાની શક્યતા છે. તેથી તેટલા દિવસો સુધીમાં જો સ્ત્રીનું બીજ રપ્ચર થઈને બીજનલિકામાં પડે અને સંજોગવશાત (બાય ચાન્સ) તે બીજ અને વીર્યજંતુનો સંયોગ થાય તો સ્ત્રીને ગર્ભાધાન થાય.

પ્રશ્ન: શું ગુદામાર્ગમાં સમાગમ કરવાથી ગર્ભ રહી જવાની શક્યતા ખરી?

ઉત્તર: આ દેશમાં, જેમને જનન અવયવો, ગર્ભ શાથી રહે છે તે હકીકત, ગર્ભ કયા અવયવમાં રહે અને વિકસે તે બાબતનું કશું જ જ્ઞાાન નથી. આ અજ્ઞાાન દુ:ખનો અને ખેદનો અનુભવ કરાવે છે. 

યોનિમાર્ગમાં સમાગમ કરવાથી વીર્ય તેમાં ફેંકાય. વીર્યમાં વીર્યજંતુઓ હોય. યોનિમાર્ગમાં ગર્ભાશયનું મુખ આવેલું છે. તે મુખના રસ્તે વીર્યજંતુઓ ગર્ભાશયમાં દાખલ થાય. ગર્ભાશયની સાથે બીજ નલિકા જોડાયેલી છે. તે બે છે. બીજ નલિકાના રસ્તે સ્ત્રીનું બીજ ગર્ભાશય તરફ આવે છે. આ બીજ અને પુરુષના વીર્યજંતુઓ સંયોગ થવાથી ગર્ભ રહે. તમે પૂછો છો તે માર્ગમાં સ્ત્રીબીજ ન હોય તેથી ગર્ભ રહેવાની શક્યતા નથી.

પ્રશ્ન: હું ૨૦ વર્ષની કુંવારી યુવતી છું. કેટલાક મહિના પહેલાં મારાં લગ્ન થયાં છે, પરંતુ લાગે છે કે એ પછી મારા જીવનને ગ્રહણ લાગી ગયું છે. મારા પતિનું લિંગ માત્ર બે ઇંચનું છે જે ઉત્તેજના સમયે પાંચ ઇંચ થાય છે. વળી તે કડક પણ થતું નથી. આના કારણે અમે આજ દિવસ સુધી શરીરસંબંધ બાંધી શક્યાં નથી. 

મારા પતિની ઉંમર ૨૫ વર્ષની છે અમે લગ્ન પહેલાં હસ્તમૈથુન કરતા હતા. આના કારણે તો આ પ્રશ્ન ઉઠયો  નથીને? શું તેઓ નપુંસક બની ગયા છે અથવા તેનો ઉપચાર કરી શકાય છે? આવી સ્થિતિમાં મારે છૂટાછેડા લેવા જોઈએ? હું ખૂબ મૂંઝવણ અનુભવું છું. મને માર્ગ બતાવશો.

ઉત્તર: તમારા પતિ અને તમારી મૂંઝવણ એ જાતીય સંબંધ વિશેની અજ્ઞાાનતા તથા લોકો દ્વારા ફેલાવાયેલી હસ્તમૈથુન વિશેની ગેરસમજનું પરિણામ છે. જે પુરુષ હસ્તમૈથુન કરી શકે છે, જેનું લિંગ ઉત્તેજનાને કારણે અઢી ગણું વધી જાય છે. તેને નપુંસક સમજી લેવો અથવા તેને કારણે લગ્નજીવન શારીરિક સુખથી વંચિત રહે એનાથી વધારે દુ:ખદ ઘટના બીજી કઈ હોઈ શકે? કોઈ ઉપચારની જરૂર નથી. મનમાં વિશ્વાસ પેદા કરવાની જરૂર છે. 

તમારા પતિને એક સમજુ જીવનસાથીની જરૂર છે જે તેના કુશળ વ્યવહાર તથા જાતીય જ્ઞાાનથી તેનામાં ભરાઈને પડેલી અજ્ઞાાનતાને દૂર કરી શકે. તેની મૂંઝવણ પણ મનોવૈજ્ઞાાનિક છે. જેને તમે ઘટાડવાના બદલે વધારી રહ્યા છો. નપુંસક પુરુષ હસ્તમૈથુન કરવા અસમર્થ હોય છે. 

સારી વાત તો એ છે કે તમે બન્ને આ વિષયનાં કોઈ સારાં પુસ્તકો વાંચો જેમાં જાતીય સંબંધ વિશેની સમજણ આપી હોય. આમ છતાં પણ કોઈ મૂંઝવણ પેદા થાય તો કોઈ સારા માનસિક રોગના નિષ્ણાતને મળો. હસ્તમૈથુન કરવાથી કોઈ પુરુષ નપુંસક નથી બની જતો હા, જો એના વિચારમાં અટવાયેલો રહે તો જરૂર મુશ્કેલી ઊભી થઈ શકે છે. તમારા પતિના પ્રશ્નમાં પણ આવું જ બની રહ્યું છે. તમારે તેને આ માનસિક તાણમાંથી બહાર લાવવાના છે. છૂટાછેડા અંગે વિચારવું એ યોગ્ય નથી.

પ્રશ્ન: હું એક વિદ્યાર્થિની છું અને મારી દૂરની દ્રષ્ટિ નબળી છે તેથી હું ચશ્મા પહેરું છું. ચશ્મા પહેર્યા વગર પણ હું સરળતાથી ૧૦.૧૫ કલાક વાંચી શકું છું, ત્યારે મને માથું પણ નથી દુખતું કે આંખોમાંથી પાણી પણ નથી નીકળતું. નાના કાણામાંથી જોઉં ત્યારે પણ ચશ્મા વિના જ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકું છું. તેમ છતાં કોઈ એવી તબીબી સારવાર પદ્ધતિ દર્શાવો કે જેથી કરીને મારી દ્રષ્ટિ ચોક્કસપણે બરાબર થઈ જાય.

ઉત્તર: તમારા ચશ્માના નંબર પરથી સ્પષ્ટ થાય છે કે તમને એસ્ટિગમેટિજન છે. આ એક સામાન્ય દ્રષ્ટિદોષ છે. તેને ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સની મદદથી દૂર કરી શકાય. કોઈ પણ સારવાર પદ્ધતિમાં કોઈ એવી દવા કે સારવાર પદ્ધતિ નથી કે જેનાથી આ ખામી દૂર થઈ શકે. લેસરથી જરૂર તે દૂર થઈ શકે, પરંતુ તે પચ્ચીસ વર્ષ પછી જ કરાવવી જોઈએ. આમ પણ તે દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી તથા તેની સો ટકા ખાતરી પણ હોતી નથી.

કોણ કેટલું વાંચે છે, રાત્રે ક્યાં સુધી વાંચે છે તેની દ્રષ્ટિ પર કોઈ અસર પડતી નથી. એ સામાન્ય માન્યતા બિલકુલ ખોટી છે કે વધુ ભણવાથી દ્રષ્ટિ વધારે નબળી પડે છે. જેટલું મન થાય એટલું ભણો અને ખૂબ ભણો. 

READ ALSO

Related posts

બિહારના CM નીતિશ કુમારને જાનથી મારવાની ધમકી આપનાર શખ્સ સુરતમાંથી પકડાયો, ક્રાઈમ બ્રાન્ચે આ રીતે દબોચ્યો

Kaushal Pancholi

વડોદરા/ચાંપાનેર દરગાહ તોડવા સમયે કોમી રમખાણ કેસનો મોટો ચુકાજો, 18 આરોપી નિર્દોષ જાહેર

pratikshah

તમારું ફ્રિજ દિવાલથી કેટલું દૂર હોવું જોઈએ? વર્ષોથી વારાપવા છતાં 99% લોકો જાણતા નથી

Padma Patel
GSTV