GSTV

કોરોના ઈફેક્ટ : ધૂળેટી પર સૌથી વધુ બોલબાલા ધરાવતી ચાઈનીઝ પિચકારી બજારમાંથી ગાયબ

કોરોના

ચીનથી સમગ્ર ભારતમાં પ્રસરેલા કોરોના વાયરસના કારણે ભારતીય ઉદ્યોગ પર વ્યાપક અસર થઈ રહી છે. સાથે જ સામાન્ય બજાર પર પણ તેની અસર દેખાઈ છે. ખાસ કરીને અત્યાર સુધી ધૂળેટી પર સૌથી વધુ બોલબાલા ધરાવતી ચાઈનીઝ પિચકારી બજારમાંથી ગાયબ છે.

  • હોળી-ધૂળેટી પર બજારમાં જાવા મળી રહી છે કોરોના ઈફેક્ટ
  • માર્કેટમાંથી ચાઈનીઝ પિચકારી અને કલર્સ થયા ગાયબ

રંગોના પર્વ પર અમદાવાદના માર્કેટમાં વિવિધ રંગ અને પિચકારીની ધુમ જોવા મળી છે..જોકે ચીનમાં વ્યાપેલા કોરોના વાયરસના કારણે ભારતીય બજારમાંથી આ વર્ષે ચાઈનીસ પિચકારી અને કલર્સ ગાયબ જોવા મળી રહ્યા છે.છેલ્લા ઘણા વર્ષોથી ધુળેટીના બજારમાં ચાઈનીઝ બનાવટની પિકચારીએ સારું આકર્ષણ જમાવ્યુ હતું..પરંતુ આ વર્ષે બજારમાં મેક ઈન ઈન્ડિયા પિચકારીની બોલબાલા છે. ભારતીય બનાવટની પિચકારીનો ભાવ ચાઈનીઝ પ્રોડ્કટ કરતા 10થી 20 રૂપિયા વધુ છે.. અને ટકાઉ ગણાતી ભારતીય પિચકારીના ભાવ પર નજર કરીએ તો,

  • ટેન્કવાળી પિચકારીનોભાવ રૂપિયા 150થી 450
  • ગનવાળી પિચકારીનો ભાવ રૂપિયા 150થી 400
  • નાની પિચકારીનો ભાવ 30થી 100 રૂપિયા જેટલો છે

આ ઉપરાંત પણ માર્કેટમાં રંગોની પણ ભારે માંગ છે. બાળકોમાં વિવિધ કાર્ટુન કેરેકટર વાળી પિચકારીનું અનેરુ આકર્ષણ જોવા મળે છે. જોકે, મોંઘવારીના આ સમયમાં ગ્રાહકો બજેટને પરવડે તે બાબતનું પણ ખાસ ધ્યાન આપી ખરીદીમાં વ્યસ્ત જોવા મળ્યા.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!