GSTV
Home » News » મોરારી બાપુના સમર્થનમાં આવ્યો સંત સમાજ, ઇન્દ્રભારતી બાપુએ કડક શબ્દોમાં કહ્યું બાપુ માફી નહિ માંગે

મોરારી બાપુના સમર્થનમાં આવ્યો સંત સમાજ, ઇન્દ્રભારતી બાપુએ કડક શબ્દોમાં કહ્યું બાપુ માફી નહિ માંગે

નિલકંઠવર્ણીને લઇને કરેલુ નિવેદન અને ત્યારબાદ મિચ્છામી દુક્કડમ કહીને માફી માંગનાર મોરારી બાપુના નિવેદનને લઇને સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઘેરી નારાજગી જોવા મળી હતી. જેમાં મોરારીબાપુએ બીજી વખત જામનગર ખાતે પણ માફી માંગી આમ છતા સ્વામીનારાયણ સંપ્રદાયનો રોષ શાંત ન પડતા આખરે મોરારીબાપુના સમર્થનમાં આવ્યો સમગ્ર સંત સમાજ.

મોરારીબાપુને અડગ સમર્થન

ઇન્દ્રભારતી બાપુના કડક શબ્દો અને તેમના સ્વામીનારાયણ સંપ્રદાય સામેનો રોષ મોરારીબાપુને અડગ સમર્થન આપી રહ્યા છે.
તો ભારતીબાપુએ પણ મોરારી બાપુને સમર્થન આપીને સૌ કોઇને સાથે હળીમળીને આગળ વધવાનું નિવેદન કર્યુ છે. તો ધીરેધીરે હવે સંત સમાજના વરિષ્ઠ સંતો પણ મોરારી બાપુના સમર્થનમાં આવીને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ મોરારી બાપુ વિષે કરેલી ટિપ્પણીનો વિરોધ કરી રહ્યા છે. જેમાં ભાવનગરના વૈષ્ણવ સાધુ સમાજે પણ મોરારી બાપુનું સમર્થન કર્યુ છે. જેમાં રામવાડી ખાતે સાધુ સમાજની એક બેઠક મળી હતી.

વાત અહીંથી અટકી નથી હવે સમગ્ર સાધુ સમાજ મોરારી બાપુના સમર્થનમાં આવે તે માટે મહામંડલેશ્વરના જગુ બાપુએ મંગળવારે સંત સંમેલનની પણ જાહેરાત કરી નાખી છે. જેથી આ મામલો હવે વધુ ઉગ્ર બને તો નવાઇ નહીં. નોંધનીય છે કે કથાકાર મોરારીબાપુએ નિલકંઠ કોને કહેવાય તેને લઇને ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ મિચ્છામી દુક્કડમ કહીને માફી માંગી. જે બાદ જામનગર માનસ ક્ષમા કથામાં પણ તેઓએ માફી માંગી હોવા છતા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ રોષ યથાવત રાખતા હવે સંત સમાજ મોરારીબાપુના સમર્થનમાં આવતા સ્વામીનારાયણ સંપ્રદાય અને સંત સમાજ જાણે એકબીજાને સામસામે આવી ગયો હોય તેવી સ્થિતી છે.

મોરારીબાપુના સમર્થનમાં આવ્યા ભારતીબાપુ

કથાકાર મોરારીબાપુના નિલકંઠવર્ણીને લઇને કરવામાં આવેલા નિવેદન બાદ છેડાયેલા વિવાદને લઇને સ્વામીનારાયણ સંપ્રદાય સતત વિરોધમાં રહ્યો છે. ત્યારે હવે મોરારીબાપુના સમર્થનમાં સંત સમાજ આવ્યો છે. જેમાં આ વિવાદને લઇને ભારતી બાપુએ નિવેદન આપીને મોરારી બાપુનું સમર્થન કર્યુ છે. જેમાં ભારતીબાપુએ કહ્યું કે આ સમગ્ર મુદ્દે કાચુ કપાય રહ્યુ છે અને આ સાથે તેઓએ શિક્ષાપત્રીમાં શું લખ્યું છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેઓએ કહ્યુ છે કે મોરારી બાપુએ કોઈ માફી માંગવાની જરૂર નથી. મોરારી બાપુનું જે નિવેદન છે તે યોગ્ય જ છે. તો બીજીતરફ આવતીકાલે પ્રેરણાધામ ખાતે સનાતન ધર્મ સંમેલન યોજાવવાનું છે. મહામંડલેશ્વરો દેહાણ જગ્યાના મહંતો તેમાં હાજર રહેશે. વૈષ્ણવ બાવાશ્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સનાતન ધર્મ, સંગઠન અને શક્તિ માટે ધર્મ સંમેલન આયોજિત થયુ છે.

ભાવનગરના વૈષ્ણવ સાધુ સમાજે મોરારી બાપુનું સમર્થન કર્યુ

મોરારી બાપુના સમર્થનમાં હવે ધીમે ધીમે આખોયે સંત સમાજ આવી રહ્યો છે. ત્યારે ભાવનગરના વૈષ્ણવ સાધુ સમાજે પણ મોરારી બાપુનું સમર્થન કર્યુ છે. જેમાં રામવાડી ખાતે સાધુ સમાજની એક બેઠક મળી હતી. જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ મોરારીબાપુ વિષે કરેલી ટિપ્પણીનો વિરોધ નોંધાવીને ઉગ્ર રોષ પ્રગટ કર્યો હતો.

READ ALSO

Related posts

અમદાવાદમાં કોર્પોરેશને રસ્તા બનાવવાની જગ્યાએ થીંગડા મારતા લોકોમાં રોષ

Kaushik Bavishi

નર્મદા ડેમ તેની સર્વોચ સપાટીથી માત્ર 49 સેમી દુર, 23 દરવાજા ખોલવામાં આવતા તંત્ર એલર્ટ

Nilesh Jethva

રાજ્યના આ કોંગ્રેસી ધારાસભ્યના પુત્રની ધરપકડ, આ હતો આરોપ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!